Home »National News »Latest News »National» Real Fruit Juice To Change Packaging Which Was Gender Discriminating

9 વર્ષની બાળકીએ જ્યૂસના પેકિંગમાં પકડી ભૂલ, હવે કંપની કરશે ફેરફાર

divyabhaskar.com | Feb 17, 2017, 15:46 PM IST

  • જ્યૂસની પેકિંગ પર તસવીર અને કન્ટેન્ટ જોઈને બાળકીએ પિતાને સવાલ કર્યો હતો. (ફાઈલ)
નવી દિલ્હી. થોડા દિવસો પહેલા ગુવાહાટીની 9 વર્ષની બાળકીએ ડાબર કંપનીના રીઅલ જ્યૂસના પેકિંગ પર સ્કૂલ યૂનિફોર્મમાં એક છોકરાનો ફોટો અને કેપ્શનમાં લખેલા ‘him’ જોઈને તેને પીવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે પિતાને પૂછ્યું કે શું છોકરાઓ જ જ્યૂસ પી શકે છે? બાળકીના પિતાએ કંપનીને મેલ પર ફરિયાદ કરી પરંતુ કોઈ જવાબ ન આવ્યો. છેવટે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને તેમણે પત્ર લખ્યો. હવે કંપની જ્યૂસની પેકિંગ બદલવા જઈ રહી છે.    
 
દીકરીઓને સન્માન મળે
 
- બાળકીએ પિતા મૃગાંકા કે. મજૂમદારને પૂછ્યું – શું છોકરાઓ જ આને (રીઅલ ફ્રુટ જ્યૂસ) પી શકે છે? મજૂમદાર આ વાત સાંભળીને ચોંકી ગયા. તેમની પાસે આ સવાલનો જવાબ નહોતો. તેમણે વિચાર્યું કે ડાબરને રીઅલ જ્યૂસની પેકિંગમાં દીકરીઓને સન્માન આપવું જોઈએ. તેઓ કહે છે કે, હવે મને ખુશી છે કે કંપની પેકિંગ બદલવા તૈયાર થયું છે.
- મજૂમદારના જણાવ્યા મુજબ, રીઅલ જ્યૂસની પેકિંગ પર સ્કૂલ યૂનિફોર્મમાં એક છોકરાની તસવીર લાગેલી છે. કેપ્શનમાં લખ્યું છે. - "something that's good for your child should also make him smile"
- દીકરીએ આજ 200 ml પેકિંગ વિશે મને સવાલ કર્યો હતો. જ્યારે તેણે છોકરાની તસવીર જોઈ અને કેપ્શનમાં him શબ્દ વાંચ્યો.  
 
મેનકા ગાંધીને લખ્યો પત્ર
 
- મજૂમદારે કંપનીને મેલ કર્યો. પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો તેઓએ મેનકા ગાંધીને પત્ર લખ્યો.
- જેમાં તેઓએ કહ્યું કે જ્યૂસીની પેકિંગથી છોકરા-છોકરીઓમાં ભેદભાવ જાહેર થાય છે. મેનકાએ મામલા પર ડાબરનો જવાબ માંગ્યો.
 
ડાબરે શું કરી સ્પષ્ટતા?
 
- ડાબરે ભેદભાવથી ઈનકાર કર્યો છે. કંપની પેકિંગ બદલવા તૈયાર થઈ ગઈ છે જેથી આગળ કોઈ પ્રોડક્ટમાં આવી ગેરમાન્યતા ઊભી ન થાય.
- કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ફરી ભરોસો આપી રહ્યા છીએ કે પેકેટ પર લખેલા ‘him’ શબ્દ ખાસ જેન્ડર માટે ઉપયોગ નથી કરવામાં આવ્યો. તેને તમામ બાળકો માટે બનાવવામાં આવ્યું છે.
- રીઅલ ફ્રુટ પ્રોડક્ટમાં એક હેપ્પી ફેમિલીની તસવીરો છપાયેલી છે. જેમાં એક દીકરી પણ સામેલ છે.
 
પિતાએ મેનકા ગાંધીને લખેલા પત્રને વાંચવા આગળની સ્લાઇડ ક્લિક કરો... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Real fruit juice to change packaging which was gender discriminating
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended