Home »National News »Desh» Groom And Others Were Going Toward Home Of Bride For Marriage

જે આંગણામાં હતો લગ્નનો માંડવો, ત્યાં જ તૈયાર કરવી પડી વરરાજાની અર્થી

divyabhaskar.com | May 13, 2017, 12:02 PM IST

  • જે માંડવેથી જ વાજતા-ગાજતા મુકેશની જાન નીકળી હતી, જોકે થોડા જ સમય બાદ તે જ માંડવા નીચે અર્થીને તૈયાર કરવામાં આવી હતી.
ઈછાવર/ભોપાલઃલગ્ન પહેલા ઘરના આંગણામાં માંડવો બાંધવામાં આવે છે, આ માંડવા નીચે જ બહેનો વરરાજાને તૈયાર કરાવાની વિધિઓ કરતી હોય છે. ઈછાવરમાં આવેલા ઘરે બંધાયેલા માંડવેથી જ વાજતા-ગાજતા મુકેશની જાન નીકળી હતી, જોકે થોડા જ સમય બાદ તે જ માંડવા નીચે તેની અર્થી તૈયાર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ વરરાજા મુકેશ સહિત 8 લોકોના મોત થયા હતા.
ગામના લોકોની ઘરમાં જવાની હિંમત ન થઈ...

- આ દુર્ઘટના બાદ મુકેશના પિતા જગદીશ પટેલને સંભાળવા મુશ્કેલ બની ગયું હતું. 
- જગદીશ પટેલે પુત્રને લોન લઈ ભણાવ્યો અને નોકરી મળવા પર લગ્ન નક્કી કરાવી દીધા પરંતુ ઈશ્વરને કંઈ બીજુ જ મંજૂર હતું.
- દુર્ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયેલું હતું. અમુક સંબંધીઓ આવ્યા અને જગદીશ પટેલને સાંત્વના આપી જતા રહ્યાં.
- ઘરમાં કોઈ મહિલા ન હોવાથી અમુક સંબંધી અને ગામની મહિલાઓ રોકાઈ હતી. જગદીશની પત્નીનું 2 વર્ષ પહેલા લાંબી બીમારીને કારણે નિધન થયું હતું.
- મુકેશની માતાની સારવારમાં થયેલા ખર્ચને કારણે જગદીશના માથે ઘણું દેવુ થયું, જોકે તેમછતાં તેણે 4 લાખની લોન લઈ પુત્રને ભણાવ્યો હતો.
- જગદીશ પાસે 7 એકરની જમીન છે, જેમાંથી અડધી તળાવમાં ડૂબી ગઈ છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Groom And Others Were Going Toward Home Of Bride For Marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended