Home »National News »Latest News »National» 8th Std Student Killed 9 Years Boy And Thrown His Heart In School Ground

ધો- 8ના સ્ટુડન્ટે 9 વર્ષના બાળકની કરી હત્યા, હૃદય કાઢીને ગ્રાઉન્ડમાં ફેંકી દીધું

divyabhaskar.com | Jan 22, 2017, 12:46 PM IST

  • દીપુનો ખૂની 8માં ધોરણમાં ભણતો 15 વર્ષનો છોકરો હતો
લુધિયાણા: ધોરણ-8માં ભણતા એક વિદ્યાર્થીએ 9 વર્ષના બાળકનું હૃદય કાઢીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ફેંકી દીધું. આરોપી સુરેશે બાળકને મારી નાખવા માટેનું જે કારણ આપ્યું તે પણ ચોંકાવી મૂકે તેવું છે. ભૂલ કરવા બદલ તેને બઘાની સામે મારવામાં આવતો હતો, જેના કારણે તે સ્કૂલના શિક્ષકોને નફરત કરતો હતો. આરોપી બાળકને મારી નાખીને સ્કૂલની બદનામી કરવા માંગતો હતો.
 
બેગમાંથી મળ્યા શરીરના ટુકડાઓ
 
- કિસ્સો 16 જાન્યુઆરીનો છે. 9 વર્ષનો દીપુ રમતાં-રમતાં અચાનક ગાયબ થઇ ગયો.
- બીજા દિવસે સાંજે દીપુના પિતા દલીપને જાણ થઇ કે તેના ઘરથી થોડેક દૂર લોહીમાં લથબથ કેટલીક પ્લાસ્ટિક બેગ્સ મળી છે. પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ.
- ખબર મળવા પર તે પણ પાડોશીઓ સાથે ત્યાં પહોંચ્યો તો બેગ્સમાંથી એક બાળકના શરીરના ટુકડાં નીકળ્યા.
- જોઇને તરત દલીપે ચીસ પાડી કે મારા દીકરાને કોઇએ મારી નાખ્યો.
 
ઘટનાના ચોથા દિવસે પકડાયો આરોપી
 
- એક માસૂમ બાળકની લાશને ટુકડાં જોનારા સહુ આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા. ઘટનાના ચોથા દિવસે આરોપી પકડાયો.
- માસૂમ દીપુને મારી નાખનારો તેના ઘરથી થોડેક દૂર રહેતો 8 મા ધોરણનો 15 વર્ષનો છોકરો હતો.
- પોસ્ટમોર્ટમમાં જાણ થઇ કે દીપુની લાશના ટુકડાઓમાં હૃદય જ નથી.
- પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે ગરમ ખુરપી (છોડવાઓ રોપવાના કામમાં આવતું સાધન) થી દીપુનું હૃદય કાઢીને પોતાની સ્કૂલના ગ્રાઉન્ડમાં ફેંકી દીધું હતું.
- હત્યા કરવાનું કારણ પણ એકદમ ચોંકાવી દે તેવું હતું. હત્યારાએ જણાવ્યું કે તેને પોતાની સ્કૂલના શિક્ષકોથી નફરત થઇ ગઇ હતી, કારણકે, ભૂલ કરવા માટે તેને સૌની સામે વઢવા-ફટકારવામાં આવતો હતો.
- પરિણામે તે શિક્ષકોને પાઠ ભણાવવા માંગતો હતો અને સ્કૂલની બદનામી કરવા માંગતો હતો.
 
ક્રાઇમ પેટ્રોલનો દરેક એપિસોડ જોતો હતો સુરેશ
 
- સુરેશના જણાવ્યા પ્રમાણે, તે ટીવી પર ક્રાઇમ પેટ્રોલનો દરેક એપિસોડ જોતો હતો.
- એક એપિસોડમાં બતાવ્યું હતું કે બાળકોનું અપહરણ કરીને, કેમની કિડનીઓ કાઢીને તેમને મારી નાખવામાં આવતા હતા.
- તેમાંથી જ તેને ઘરથી થોડેક દૂર રહેનારા દીપુને મારી નાખવાનો આઇડિયા આવ્યો હતો.
- સુરેશે એ પણ જણાવ્યું કે તેણે લાશને સ્કૂલ પાસે અને તેનું હૃદય કાઢીને અલગ ફેંકી દીધું હતું. જેનાથી એવું લાગે કે બાળકોને સ્કૂલમાંથી કિડનેપ કરીને પછી તેમના અંગો કાઢી લેવામાં આવે છે.
- બીજું એ કે તે પૈસા કમાવા ઇચ્છતો હતો અને તેમે દીપુના પિતા દલીપ પાસે ઘણીવાર પૈસા જોયા હતા.
- પરિણામે તેણે આ ઘટનાને અંજામ આપ્યા પછી દલીપ પાસેથી ખંડણીની રકમ લઇને ગામડે ભાગી જવાની પ્લાનિંગ પણ કરી હતી.
 
પતંગ ઉડાડવાની લાલચ આપીને બાળકને ઘરે લઇ ગયો હતો
 
- 16 જાન્યુઆરીએ સુરેશ પતંગ ઉડાડવાની લાલચ આપીને દીપુને તેના ઘરે લઇ ગયો. પછી બહાનું કરીને રૂમમાં લઇ ગયો. પલંગ પર સૂવડાવીને તેનું ગળુ ભીંસીને તેને મારી નાખ્યો.
- દીપુને મારી નાખ્યા પછી તેની લાશને બાથરૂમમાં લઇ જઇને ખુરપીથી તેના અંગો કાપી નાખ્યા. પ્લાસ્ટિકની થેલીઓમાં અંગોના ટુકડાઓ ભર્યા પછી તેને ફેંક દીધા અને કેનું હૃદય કાઢી લઇને તેને સ્કૂલના ગ્રાઉન્ડમાં ફેંકી દીધું.
- આ દરમિયાન જ પોલીસને ખબર મળી કે ગલીના એક યુવકે દીપુને હત્યારાની સાથે ફરતો જોયો હતો. આ પોલીસ માટે એક બહુ મોટો સુરાગ હતો.
 
આવી રીતે ખબર પડી કે દીપુનું હૃદય છે
 
- એડીસીપી બલકાર સિંહે જણાવ્યું કે, ‘આરોપીએ જ બાળક દીપુને મારી નાખીને તેનું હૃદય કાઢી લીધું હતું. પોસ્ટમોર્ટમ કરાવવા પર ખાતરી થઇ ગઇ કે અલગ પડેલું મળેલું હૃદય દીપુનું જ છે. ’
- ‘આરોપી પાસેથી તે ખુરપી પણ મેળવવામાં આવી છે જેનાથી તેણે માસૂમ દીપુના શરીરને ટુકડા કર્યા હતા.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8th std student killed 9 years boy and thrown his heart in school ground
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended