Home »National News »Latest News »National» 839 Candidates In First Phase Of UP Election

યુપી ચૂંટણીના પહેલા તબક્કામાં 839 ઉમેદવારો, 143 ઉમેદવારો ભ્રષ્ટ

divyabhaskar.com | Feb 06, 2017, 12:58 PM IST

લખનઉ: યુપી ઇલેક્શન વોચ અને એડીઆરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પહેલા તબક્કામાં થનારી ચૂંટણીમાં 839 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોમાંથી 143 જણા પર ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે અને તેમાં 302 ઉમેદવારો કરોડપતિ છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં યુપીના 15 જિલ્લાઓની 73 બેઠકો પર 11 ફેબ્રુઆરીએ મતદાન થશે.
 
કોંગ્રેસ ઉમેદવારની સંપત્તિ 211 કરોડ
 
- એડીઆર રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પહેલા તબક્કામાં 302 કરોડપતિ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તેમાં દક્ષિણ આગ્રાથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર નજીર એહમદની સંપત્તિ છે. તેમણે પોતાની સંપત્તિ 211 કરોડથી વધુની બતાવી છે.
- ત્યારબાદ મથુરાની માંટ બેઠક પરથી લડી રહેલા બીજેપીના સતીશ કુમારનો નંબર છે. શર્માની સંપત્તિ 114 કરોડ રૂપિયાથી વધુની જણાવવામાં આવી છે. ત્રીજા નંબર પર બીજેપીના જ રાણી પક્ષિલિકા સિંહનું નામ છે, જેમણે 58 કરોડથી વધુની સંપત્તિ દર્શાવી છે. તેઓ આગ્રાની બાહ બેઠક પરથી લડી રહ્યા છે.
- પહેલા તબક્કામાં પાંચ કરોડથી ઉપરની સંપત્તિવાળા 119 ઉમેદવારો મેદાનમાં છે. 2 થી 5 કરોડની વચ્ચેની સંપત્તિવાળા 103 કરોડ, 50 લાખથી 2 કરોડવાળા 167 અને 10 લાખથી 50 લાખની વચ્ચે 203 ઉમેદવારો મેદાનમાં છે.
- પહેલા તબક્કામાં બીએસપી 90%, બીજેપીના 84%, સપાના 78% અને કોંગ્રેસના 72% ઉમેદવારો કરોડપતિ છે. 52% ઉમેદવારો એવા છે જેમણે પોતાની ઇન્કમટેક્સની વિગતો દર્શાવી નથી.
 
સૌથી વધુ ભ્રષ્ટ બીએસપીમાંથી
 
- પહેલા તબક્કામાં સૌથી વધુ ભ્રષ્ટ ઉમેદવારો બીએસપીના છે. 73 ઉમેદવારોમાંથી 26 એટલે કે 36% ઉમેદવારો પર ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે. ત્યારબાદ બીજેપીના 30% ઉમેદવારો, એરએલડી અને સપાના 26% ઉમેદવારો પર ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે.
- 15 પર હત્યા અને 42 ઉમેદવારો પર અટેમ્પ્ટ ટુ મર્ડર (હત્યાના પ્રયત્નો) નો કેસ ચાલી રહ્યો છે.
- 26 વિધાનસભા ક્ષેત્રોને રેડ એલર્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ નિર્વાચન ક્ષેત્રોમાં દરેક બેઠક પર 3 થી વધુ ભ્રષ્ટ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 839 candidates in first phase of UP election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext