Home »National News »Desh» Indian Entrepreneur And The Founder Of VLCC Vandana Luthra Shares Success Mantra

800 કરોડનો બિઝનેસ સંભાળે છે આ લેડી, જણાવ્યા સક્સેસના સિક્રેટ્સ

divyabhaskar.com | Mar 20, 2017, 00:08 AM IST

  • વંદના લૂથરાની કંપની ગ્લોબલ થઈ ચૂકી છે.
ગ્વાલિયરઃ 28 વર્ષ અગાઉ 50 હજાર રૂપિયાની લોન લઈ દિલ્હીના એક બેઝમેન્ટમાં સલૂન શરુ કરનારી વંદના લૂથરાની કંપની ગ્લોબલ થઈ ચૂકી છે. આ કંપનીનો બિઝનેસ 800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. 58 વર્ષની વંદના પોતાના કરિઅરના પ્રારંભથી જ રોજ સવારે સૂર્ય નમસ્કાર કરે છે. વંદના કહે છે કે, બ્યૂટી સુદર દેખાવ નહીં પરંતુ પર્સનાલિટીમાં પોઝિટિવ વિચાર લાવે છે. આ જ તેમની સફળતાનો રાજ છે.
શેર કર્યા સક્સેસના સિક્રેટ...

- વંદનાએ જણાવ્યું કે, લગ્ન પહેલા પિતા સાથે જર્મની ગઈ હતી ત્યાં હોલેસ્ટિક હેલ્થ સેન્ટર જોયું, આ સમયે તેને આવુ સેન્ટર ભારતમાં શરુ કરવાનો વિચાર આવ્યો.
- લગ્નને કારણે સેન્ટર ન ખોલી શકી, અંતે 1989માં દિલ્હીમાં સલૂન શરુ કર્યું.
- કર્લ એન્ડ કર્વ નામના આ સલૂનને 1994માં VLCC (vandhana luthra curls & curves ) રાખ્યું.
- રોજ સવારે સૂર્ય નમસ્કાર અને યોગ કરીને કામે જાય છે. વંદના અનુસાર બેલેન્સ રાખી તમામ પ્રકારનું ભારતીય ભોજન ખાઈ શકાય છે.
- વંદનાને પદ્મશ્રીથી નવાજવામાં આવેલા છે. ઈન્ડિયાની 50 પાવરફુલ બિઝનસવુમનમાં પણ તેમને સ્થાન મળ્યું હતું.
- ઘણી ફિલ્મ એક્ટ્રેસને વંદના બ્યૂટી ટિપ્સ આપે છે.  તેમની કંપની 170 પ્રકારનો પ્રોડક્ટ્સ બનાવી સમગ્ર વિશ્વમાં વેચે છે. તે સ્કિલ ઈન્ડિયા સાથે પણ જોડાયેલી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વંદન લૂથરાની વધુ તસવીરો.......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian entrepreneur and the founder of VLCC Vandana Luthra Shares Success Mantra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended