Home »National News »Latest News »National» 8 Odisha Policemen Killed And 5 Injured In Maoist Landmine Blast

ઓડિશામાં નક્સલી હુમલો: પોલીસ વાહનને બ્લાસ્ટથી ઉડાવ્યું, 8 જવાનો શહિદ

Agency, Jeypore | Feb 02, 2017, 23:22 PM IST

જેયપોર(ઓરિસ્સા): ઓરિસ્સા પોલીસના જવાનોને લઈ જતા એક વાહનને નક્સવાદીઓએ સુરંગ વિસ્ફોટકથી બ્લાસ્ટ કરી ઉડાવ્યું  હતું. આ હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. જોકે પાંચ ગંભીર રીતે ઘવાયા હતા. આ હુમલો ઓરિસ્સા- આંધ્રપ્રદેશ સરહદે કોરાપુટ જિલ્લામાં સુંકી ઘાટ નજીક થયો હતો. વાહનમાં ઓરિસ્સા રાજ્ય સશસ્ત્ર પોલીસ(ઓએસએપી)ના 13 જવાનો સવાર હતા. પોલીસે જણાવ્યું કે ઓએસએપીના 13 જવાનો બુધવારે સાંજે પોલીસની ગાડીથી કોરાપુટથી વિશાખાપટ્ટનમ જઈ રહ્યા હતા. ઓરિસ્સાના ડીજીપી કે.બી. સિંહે કહ્યું કે અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ શંકા નક્સલાવાદીઓ પર છે કેમ કે આ નક્સલપ્રભાવિત વિસ્તાર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 Odisha policemen killed and 5 injured in Maoist landmine blast
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended