Home »National News »Latest News »National» 68th Republic Day Celebration Across Ther India Today

68મો ગણતંત્ર દિવસ: જીવનનો સૌથી મોટો બોધપાઠ આપે છે દેશનું બંધારણ

Bhasakar News Network | Jan 26, 2017, 07:41 AM IST

વ્યવસ્થાઓ માટે કડક...
દેશના સંચાલન માટે બંધારણે કારોબારી, સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે સત્તા અને શક્તિઓની વહેંચણી કરી છે, પરંતુ તેમાંથી એક પણ સંસ્થા નિરંકુશ નથી બની શકતી. આ માટે બંધારણે ચકાસણી અને તટસ્થતાની વ્યવસ્થા રાખી છે. મતલબ, કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરે, તો બીજી વ્યવસ્થા તેને રોકી અથવા દૂર કરી શકે છે.

સાથોસાથ તરલ પણ છે...
બંધારણ સભાના 284 સભ્યોએ બે વર્ષ, અગિયાર મહિના અને 17 દિવસમાં ભારતનું બંધારણ ઘડ્યું હતું. આમ છતાં, તેમાં પ્રથમ સંશોધન બીજા જ વર્ષે કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં આવાં 122 સંશોધનો કરાયાં છે.
 
કાયદો ઘડે છે, પણ તેને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર સુપ્રીમ પાસે છે
સંસદ (LEGISLATURE)

એટલે કે  વિધાનસભાઓ/સંસદ પ્રશ્નો દ્વારા સરકાર પર અંકુશ રાખે છે. સંસદ કાયદો ઘડે છે. લોકસભા રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જજોની સામે મહાભિયોગ લાવી શકે છે. સાંસદ લોકસભાની અવહેલના કરે, તો લોકસભા તેની સામે સુનાવણી યોજી શકે છે. ઘટના 19મી ડિસેમ્બર, 1978ની છે. લોકસભાએ ઇન્દિરા ગાંધીએ સદનની મર્યાદા ભંગ કરતાં તેમને સભ્યપદેથી હટાવી દીધાં હતાં. અધિવેશન પૂર્ણ થતાં સુધી કેદની સજા પણ ફટકારી હતી.
 
વહીવટીતંત્ર
 
વડાપ્રધાન - બંધારણે સર્વાધિક સત્તાઓ આપી હોવા છતાં રાષ્ટ્રપતિ અને સંસદ પ્રત્યે જવાબદાર
 
- કારોબારી એટલે EXECUTIVE. વડાપ્રધાન તેના સત્તાધ્યક્ષ છે. તેઓ કાયદો ઘડે છે, રાષ્ટ્રપતિ તેના પર મંજૂરી આપે છે. પણ રાષ્ટ્રપતિ પૉકેટ વિટોનો ઉપયોગ કરી શકે. રાજીવ ગાંધીએ પોસ્ટલ અમેન્ડમેન્ટ બિલ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને મોકલ્યું. પ્રેસ પર હુમલારૂપ આ ખરડાને ઝૈલ સિંઘે પોતાની પાસે રોકી રાખ્યો. પછીના રાષ્ટ્રપતિ વેંકટરમણે ખરડો પરત મોકલ્યો, ત્યાં સુધીમાં સરકાર બદલી ગઈ હતી.
- સાંસદો વડાપ્રધાન સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી તેમને હટાવી શકે છે. રાષ્ટ્રપતિ પણ વડાપ્રધાનને દૂર કરી બીજા નેતાને આમંત્રી શકે. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધીના સંબંધો એટલા તાણગ્રસ્ત હતા કે એવું સંભળાવા લાગ્યું કે તેઓ ગમે ત્યારે રાજીવને હટાવી દેશે. કૉંગ્રેસી નેતા અર્જુન સિંઘના પુસ્તક ‘અ ગ્રેન ઑફ સૅન્ડ ઇન ધ ઑવરગ્લાસ ઑફ ટાઇમ’માં આનો ઉલ્લેખ કર્યો છે.
 
રાષ્ટ્રપતિ - સર્વોચ્ચ, છતાં સલાહ વિના કામ ન કરી શકે
 
રાષ્ટ્રપતિ રાષ્ટ્રાધ્યક્ષ છે. પ્રથમ નાગરિક છે. આમ છતાં, મંત્રીમંડળની સલાહ વિના કોઈ કામ નથી કરી શકતા. કોઈ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી વિના પસાર નથી થઈ શકતો, તેઓ કેબિનેટની ભલામણને એક વખત પાછી મોકલી શકે છે. ફરી વખત આવે, તો મંજૂરી આપવી જ પડે. જોકે, નાણાંખરડાને સિવાય તેઓ કોઈ પણ ખરડો અનંતકાળ સુધી પોતાની પાસે રાખી શકે છે. બંધારણથી ચૂક્યા, તો સાંસદો તેમની સામે મહાભિયોગ લાવી શકે છે. જોકે, આજ સુધી દેશમાં ક્યારેય એવી સ્થિતિ આવી નથી.
 
રાજ્યપાલની પાસે રાષ્ટ્રપતિ શાસન, મુખ્યમંત્રીઓની પાસે ધારાસભ્ય પરેડ

રાજ્ય સરકાર જો પોતાનો વિશ્વાસ ગુમાવી દે, તો રાજ્યપાલ કેન્દ્રની ભલામણના આધારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. બીજી તરફ, જો રાજ્યપાલ ખોટો નિર્ણય લે, તો મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની સામે ધારાસભ્યોની પરેડ કરાવી શકે છે. 1984નો બનાવ છે. એન.ટી. રામારાવના નેતૃત્વની આંધ્રપ્રદેશની ટીડીપી સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી. કેન્દ્રની કૉંગ્રેસ સરકારની કરતૂતોને જાહેર કરવા માટે તેઓ દિલ્હી આવી પહોંચ્યા. તેમણે રાષ્ટ્રપતિની સામે 295 સભ્યોવાળી વિધાનસભાના 161 ધારાસભ્યોની પરેડ કરાવી. ત્યાર પછી એન.ટી. રામારાવની સરકારને બહાલી મળી ગઈ.
 
ન્યાયતંત્ર એક એવું અંગ જેના આદેશો કરતાં પણ સરકારનો વટહુકમ મહત્ત્વનો આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 68th Republic Day Celebration Across ther India today
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext