Home »National News »Photo Feature» Police Arrested Teenage Sister And Her Lover For Murder In Mohali

પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી બહેન, નાના ભાઈએ જોયું તો કરાવી હત્યા

divyabhaskar.com | Feb 04, 2017, 00:05 AM IST

  • 6 વર્ષીય રાહુલની લાશ અને ઈનસેટ તસવીરમાં આરોપી પ્રેમી વિપિન.
મોહાલીઃ જે બહેન પોતાના નાના ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના રતી હતી, તે જ બહેને પ્રેમી સાથે મળી ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. પ્રેમીને ઈંટ અને બ્લેડ આપતી વેળાએ બહેનના હાથ સહેજપણ ધ્રૂજ્યા નહોતા, આ જ બ્લેડ અને ઈંટ થકી આરોપી બહેનના નાના ભાઈની હત્યા કરવામાં આવી હતી.
 
બહેને જ કરાવી હત્યા...

- 24 જાન્યુઆરી 2017ના રોજ 6 વર્ષના રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. 
- રાહુલની હત્યા પાછળ તેની 15 વર્ષીય બહેન અને તેનો 19 વર્ષીય પ્રેમી વિપિન હોવાનું સામે આવ્યું છે.
- પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમનો કોર્ટમાં રજૂ કર્યા હતા.
- હત્યા બાદ સગીર બહેન પોતાના ઘરે અને આરોપી પોતાના ફ્લેટ પર જતા રહ્યાં હતા.
- મોડીસાંજ સુધી રાહુલ ઘરે ન આવતા પરિવારજનોએ તેની તપાસ હાથ ધરી. સગીરાએ કોઈને શંકા ન જાય તે રીતે પોતે પણ ભાઈની શોધ કરતી હોવાનું નાટક કર્યું.
- પાડોશીઓએ સગીરા અને વિપિનના ઘણીવાર વાતો કરવાની વાત જણાવતા પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. જોકે તેમણે આ મામલે કંઈ જ ખબર હોવાનું નિવેદન આપતા તેમને છોડી દેવાયા હતા.
- સગીરા અને તેના પ્રેમીને છોડ્યા બાદ પોલીસે તેમની પર નજર રાખવાનું શરુ કર્યું. અંતે બંને ફરી મળતા પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
- કડકાઈથી પૂછપરછ કરતા સગીરાએ કહ્યું કે, તેણે જ ભાઈને મારવા માટે વિપિનને કહ્યું હતું.
 
રાહુલે બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા...

- પીઆઈ અતુલ સોનીએ જણાવ્યું કે, 23 જાન્યુઆરીના બપોરે સગીરા પોતાના પ્રેમી વિપિન સાથે તેના ફ્લેટ પર હતી.
- સગીરાના નાના ભાઈએ બંનેને શારીરિક સંબંધો માણતા જોઈ લીધા હતા. રાહુલે બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈને પ્રશ્ન પણ કર્યો કે- આ શું કરી રહ્યાં છો ?
-  રાહુલે ઘરે જઈ માતા-પિતાને આ વાત કરવાનું કહેતા બંનેએ તેને પાસે બેસાડી લીધો. કોઈને ન કહેવા પર ચોકલેટની લાલચ આપી હતી.
- સગીરા અને તેના પ્રેમીએ ચોકલેટના બહાને રાહુલને અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિંગમાં આવેલા એક ઘરના બાથરૂમમાં લઈ ગયા હતા.
- બંને આરોપીએ જણાવ્યું કે, જ્યારે રાહુલે તેમને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા ત્યારે જ તેમણે ઈશારાથી તેની હત્યાની યોજના બનાવી લીધી હતી.
- સગીર બહેને પ્રેમી વિપિનને બિલ્ડિંગમાં પડેલી ઈંટ આપી કહ્યું-મારી નાખ આને. વિપિને વગર વિચાર્યે ઈંટથી રાહુલના માથા પ્રહાર કર્યા.
- રાહુલ ઢળી પડ્યો. તે પછી ત્યાંજ પડેલા પાઈપ કાપવાની બ્લેડથી તેનું ગળુ પણ કાપ્યું. આ હત્યા સગીર બહેનની નજર સામે જ થઈ હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police arrested Teenage Sister And Her Lover For Murder In Mohali
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext