Home »National News »Latest News »National» 59 Cobra Commandos En-Route To Gaya Missing Without Information

59 કોબ્રા કમાન્ડો એક સાથે ફરાર, કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ

Bhaskar News, New Delhi, Gaya | Feb 07, 2017, 05:07 AM IST

  • 59 કોબ્રા કમાન્ડો એક સાથે ફરાર, કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ,  national news in gujarati
નવી દિલ્હી/ગયા: બિહારમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પહેલીવાર પોસ્ટિંગ ઉપર જઈ રહેલા 59 તાલીમી કમાન્ડર ટ્રેનમાંથી ઉતરીને ભાગી ગયા. આમાંના કોઈની પણ પાસે હથિયાર નહોતાં. ઘટના રવિવારે મુઘલસરાયમાં બની હતી. કમાન્ડોની આ હરકતને બિનઅધિકૃત ગેરહાજરી ગણાવતાં સીઆરપીએફે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

નક્સલ વિરોધી કોબ્રા દળના 59 તાલીમી કમાન્ડોને શ્રીનગર સ્થિત તાલીમ કેન્દ્રમાં પાંચ અઠવાડિયાની બેઝિક તાલીમ આપવામાં આવી હતી. તેમનું પહેલું પોસ્ટિંગ બિહારમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થવાનું હતું. તેમણે બિહારમાં ગયા સ્થિત 205માં કોબ્રા યુનિટમાં સોમવારે રિપોર્ટ કરવાનો હતો. પરંતુ રવિવારે મુઘલસરાય સ્ટેશન ઉપર તમામ ટ્રેનમાંથી ઉતરી ગયા. ફરજ ઉપરથી ભાગીને લોકો ઘરે તો કેટલાક અજ્ઞાત સ્થળે જતા રહ્યા.
 
વર્ષ 2011માં સીઆરપીએફમાં ભરતી થયેલા આ કમાન્ડો કોન્સ્ટેબલ રેન્કના છે. તેમાંના મોટા ભાગના બિહાર અને ઉત્તરપ્રદેશના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે નક્સલી હિંસા અને પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ સામે લડવા માટે સીઆરપીએફે વર્ષ 2009માં કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુશન એક્શન (કોબ્રા) બનાવી હતી.

59 સાથે કેમ ભાગ્યા તપાસનો વિષય
સીઆરપીએફના જણાવ્યા અનુસાર પરવાનગી વિના ગયેલા કેટલાક કમાન્ડો સાથે તેમના ટ્રેનર્સે સંપર્ક સાધ્યો હતો. તેમાંના કેટલાક લોકો મંગળવાર સુધી પરત ફરવાની વાત કરી રહ્યા છે. અધિકારીઓ હજી એ તપાસ કરી રહ્યા છે કે એકસાથે 59 લોકોએ ભાગવાનો નિર્ણય કેવી રીતે કર્યો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 59 Cobra commandos en-route to Gaya missing without information
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext