Home »National News »Photo Feature» Unique Marriage By Policeman With Lady Accused Of Kidnapping Case

52 વર્ષીય પોલીસકર્મીએ કર્યા 25 વર્ષની યુવતી સાથે લગ્ન, જેલમાં થયો હતો પ્રેમ

divyabhaskar.com | Feb 15, 2017, 10:09 AM IST

  • 52 વર્ષના પોલીસકર્મી મોહમ્મદ ઈનામુલ હોદાએ 25 વર્ષીય સરીફુલ ખાતૂન સાથે નિકાહ કર્યા.
કટિહાર (ભાગલપુર) : બિહારના કટિહાર જેલમાં તૈનાત 52 વર્ષીય પોલીસકર્મીએ વેલેન્ટાઈન ડે અગાઉ 25 વર્ષીય યુવતીને ગુલાબ આપી પ્રપોઝ કર્યું હતું. જે પછી બંનેએ નિકાહ કર્યા હતા. આ સમયે બંનેના પરિવારજનો પણ હાજર રહ્યાં હતા. પોલીસકર્મી જ્યાં તૈનાત હતો યુવતી તે જ જેલમાં સજા કાપી ચુકી છે અને હાલ તે જામીન પર જેલની બહાર છે.
અપહરણ કેસમાં સજા કાપી ચૂકી છે યુવતી...

- 52 વર્ષના પોલીસકર્મી મોહમ્મદ ઈનામુલ હોદા છેલ્લા 1.5 વર્ષથી કટિહાર જેલમાં તૈનાત છે.
- બીજી તરફ 25 વર્ષીય સરીફુલ ખાતૂન પણ આ જ જેલમાં સજા ભોગવી રહી હતી. 8 માસ પહેલા જ તે જામીન પર બહાર નીકળી હતી.
- સરીફુલ ખાતૂન એક અપહરણ કેસમાં સજા કાપી રહી હતી. બંનેની લવ સ્ટોરીનો પ્રારંભ જેલમાં જ થયો હતો. જે પછી વેલેન્ટાઈન ડે અગાઉ જ તેમણે લગ્ન કરી લીધા.
અગાઉથી પરણિત છે પોલીસકર્મી
- ઈનામુલ હોદાએ જણાવ્યું કે, સરીફુલ તેની બીજી પત્ની છે અને તેને બીજા લગ્ન કરવાનો અધિકાર છે.
- પોલીસકર્મીએ જણાવ્યું કે, તેની પ્રથમ પત્ની આ લગ્નથી રાજી છે. 
- જ્યારે યુવતી સરીફુલે જણાવ્યું કે, પ્રેમમાં ઉંમર નથી જોવાતી. તેણે ઘણું વિચારીને જ આ નિર્ણય કર્યો હતો.
- સરીફુલના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. સરીફુલના પિતા અને ભાઈ ખેડૂત છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ અનોખા કપલની વધુ તસવીરો............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unique Marriage by Policeman With Lady Accused Of Kidnapping Case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended