Home »National News »In Depth» 50 Percentage Cost Increased For Heart Surgery

સરકારે પાંચ વખત કહ્યું- હૃદયની સારવાર સસ્તી થશે, પણ ખર્ચ 50% વધ્યો

Pradip Surin/Sunil Sinh Baghel/Ravi Raunkhar, New Delhi | Jan 22, 2017, 07:50 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી, ઇન્દૌર,જાલંધર:વર્ષ 2012માં કેટલીક વીમા કંપનીઓએ મોટી હોસ્પિટલોમાં હાર્ટ સર્જરી જેવી પ્રક્રિયા માટે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. વીમા કંપનીઓની ફરિયાદ હતી કે મોટી હોસ્પિટલોમાં ઓપરેશનોનો ચાર્જ ખૂબ વધુ છે. સાથે જ હાર્ટના કોઇ પણ ઓપરેશન માટે જુદી જુદી હોસ્પિટલોમાં ચાર્જ પણ જુદા-જુદા છે. 
 
વિવાદ વકરતાં કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય કર્યો. સમગ્ર દેશમાં હાર્ટ ઇમ્પ્લાન્ટ માટે વસૂલાતા ચાર્જ નક્કી કરવા સમિતિ પણ રચી પણ મામલો ઠંડો પડતાં જ બધું ભૂલાઇ ગયું. છેલ્લા પાંચેક વર્ષથી કેન્દ્ર સરકાર ઓપરેશનમાં લગાવાતા ઉપકરણોની કિંમત પણ નિયંત્રિત કરવાનું કહેતી આવી છે. તેણે સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો છે પણ આ પ્રયાસો છતાં પણ સારવાર સસ્તી થવાના બદલે મોંઘી થઇ ગઇ છે.
 
દર્દીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ ફોર બેટર ટ્રીટમેન્ટ (પીએફબીટી)ના સભ્ય ડૉ. પ્રો. મુકેશ યાદવ જણાવે છે કે છેલ્લા 5 વર્ષમાં હાર્ટ પેશન્ટ્સની સંખ્યા વધ્યાના હિસાબે સારવારના ચાર્જીસમાં પણ ખૂબ ઘટાડો થવો જોઇતો હતો પણ હોસ્પિટલોએ ચાર્જીસ ઘટાડવાના બદલે 20થી 50 ટકા સુધી વધારી દીધા છે. ઉદાહરણ જોઇશું તો માલૂમ પડશે કે 2012માં અપોલો હોસ્પિટલમાં વાલ્વ રિપ્લેસમેન્ટ અઢી લાખ રૂ.માં થઇ જતું હતું જ્યારે હવે તે માટે 3 લાખ રૂ. ચૂકવવા પડે છે. તેનું સૌથી મોટું કારણ વચેટિયાઓનું કમિશન છે. વળી ડિવાઇસની મૂળ કિંમતના 20થી 30 ટકા પૈસા ડૉક્ટર્સની ફી તથા હોસ્પિટલાઇઝેશન ચાર્જના રૂપમાં વધી જાય છે.
 
દિલ્હીમાં સૌથી વધુ હાર્ટ ઇમ્પ્લાન્ટ કરતા ડૉક્ટર્સ પૈકી એક એવા ડૉ. પુરુષોત્તમ લાલનું કહેવું છે કે મોટા ભાગની હોસ્પિટલોમાં સરેરાશ ફી સરખી જ છે પણ મોંઘી સારવારનું મોટું કારણ સ્ટેન્ટની ઊંચી કિંમત છે. હ્યદયમાં લાગતા સ્ટેન્ટના દર વર્ષે નવા વર્ઝન આવી જાય છે. જૂના સ્ટેન્ટ સસ્તા હોય છે પરંતુ દર્દી પણ ઓપરેશનમાં જૂના અને સસ્તા સ્ટેન્ટના બદલે નવા આધુનિક સ્ટેન્ટ લગાવવાની માગ કરે છે, જેમની કિંમત એક લાખથી બે લાખ રૂ.ની વચ્ચે હોય છે.
 
સત્ય એ છે કે ડૉક્ટર ભલે આધુનિક સ્ટેન્ટ બેસાડવાની સલાહ આપે પણ આજ સુધી એકેય સ્વતંત્ર અભ્યાસ એવો નથી જે એમ કહેતો હોય કે આધુનિક સ્ટેન્ટ જૂના સ્ટેન્ટથી વધુ સારા હોય છે. મેદાંતા મેડિસિટિના વડા અને જાણીતા હાર્ટ સર્જન ડૉ. નરેશ ત્રેહાનનું કહેવું છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં લાગતા સ્ટેન્ટના ભાવ વધારવામાં વચેટિયાઓની મોટી ભૂમિકા છે.
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 50 Percentage Cost increased for Heart Surgery
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended