Home »National News »Latest News »National» 50 People Fell Into The River In South Goa When A Footbridge Collapsed

આત્મહત્યા કરતા છોકરાને બચાવવા જતા તૂટ્યો બ્રિજ: 50 નદીમાં પડ્યા, 2ના મોત

divyabhaskar.com | May 19, 2017, 08:46 AM IST

  • બ્રિજ ખૂબ વર્ષો જૂનો હતો
પણજી:સાઉથ ગોવાના કુર્ચોરેમ વિસ્તારમાં સોન્વોડેમ નદી પર બનેલા ફુટબ્રિજ તુટવાના કારણે 50 લોકો જુઆરી નદીમાં પડી ગયા છે. તેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે. પોલીસે તેમના મૃતદેહ કબ્જે કરી લીધા છે. 30 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અમુક લોકો તેમની જાતે જ તરીને નદી કિનારે આવી ગયા હતા. 5 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના એક યુવકને આત્મહત્યા કરતા રોકવામાં આવ્યો ત્યારે થઈ હતી.
 
વાહનોના ઉપયોગની મંજૂરી નહતી

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારે મોડી સાંજે ત્યારે થઈ હતી જ્યારે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને સૂચના મળી હતી કે સોન્વોડેમ જુઆરી નદીના બ્રિજ પરથી કોઈ છોકરાએ આત્મહત્યા કરી છે. ટીમ જ્યારે બ્રિજ પર પહોંચી તો ત્યારે વધુ થોડા લોકો ભેગા થઈ ગયા હતા. ભીડ વધી જવાના કારણે બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો.
- મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે પોર્ટુગલ સાશનકાળમાં બનેલો આ બ્રિજ ખૂબ જૂનો હતો. છેલ્લા 4 વર્ષથી તેના ઉપર વાહન ચલાવવા માટે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. માત્ર ચાલીને જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
- કુર્ચોરમના એક પોલીસ ઓફિસરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, હાલ એ ચોક્કસ નથી ખબર કે કેટલા લોકો બ્રિજ પર હતા અને કેટલા લોકો નદીમાં પડ્યા હતા.
 
નેવી, કોસ્ટગાર્ડના જવાનોએ કર્યું આખી રાતે રેસ્ક્યુ ઓપરેશન

- ગોવાના સીએમ મનોહર પર્રિકરએ નેવી અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોને રેસ્ક્યુ ઓપરેશન માટે આદેશ આપ્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડ ટીમને પણ ભેગી કરવામાં આવી હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેમણે આ ઘટના વિશે સીએમ સાથે વાત કરી છે અને તેમને રેસ્ક્યુ ઓપરેશનની ઝડપ વધારવાનું કહેવામાં આવ્યું છે. આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલતુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 50 people fell into the river in South Goa when a footbridge collapsed
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended