Home »National News »Latest News »National» 5 Soldiers Martyred Who Have Been Saved From Avalanche In Kashmir

શ્રીનગર: હિમસ્ખલનથી બચેલા પાંચ જવાન શહીદ, એક સૈનિક ગુજરાતનો પણ હતો

Agency, Srinagar | Jan 31, 2017, 02:47 AM IST

  • શ્રીનગર: હિમસ્ખલનથી બચેલા પાંચ જવાન શહીદ, એક સૈનિક ગુજરાતનો પણ હતો,  national news in gujarati
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછીલ સેક્ટરમાં હિમસ્ખલનમાંથી બચાવેલા 5 જવાનો શહીદ થઈ ગયા છે. ગત ત્રણ દિવસમાં તેમને શ્રીનગર લાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જેથી સેનાએ ખરાબ વાતાવરણ હોવા છતાં હેલિકોપ્ટરની મદદથી જવાનોનું એરલિફ્ટ કરી સોમવારે જ સારવાર માટે શ્રીનગર લવાયા હતા. સારવાર દરમિયાન 5 જવાનનાં મોત નીપજ્યાં હતાં. આ પાંચ જવાનો પૈકી એક જવાન ગુજરાતનો છે જેમનું નામ પરમાર દેવા હાજા જણાવાયું છે.
 
કાશ્મીરમાં અત્યાર સુધી હિમસ્ખલનને કારણે એક મેજર સહિત 20 જવાનના મોત નીપજ્યાં છે. સેનાના પ્રવક્તા રાજેશ કાળીયાએ પાંચે જવાન શહીદ થવાની પુષ્ટી કરી  જણાવ્યું કે 54 રાષ્ટ્રીય રાઈફલના જવાન 28 જાન્યુઆરીએ માછીલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે હિમસ્ખલન થતાં તે દટાઈ ગયા હતા. બચાવ ટુકડીએ ભારે જહેમત કરી તેમને બચાવ્યા હતા. જોકે ખરાબ વાતાવરણને કારણે તેમને શ્રીનગર પહોંચાડી શકાયા નહોતા. અગાઉ ગુરેજ સેક્ટરમાં પણ સેનાના કેમ્પ પર હિમસ્ખલન થતાં 14 જવાન શહીદ થઈ ગયા હતા. એક અન્ય ઘટનામાં એક જવાનનું જ્યારે પાંચ નાગરિકો પણ મૃત્યુ પામ્યાં હતાં.
 
આ પાંચ જવાન શહીદ થયા

માછીલ સેક્ટરમાં શહીદ થયેેલા જવાનોમાં ત્રણ મહારાષ્ટ્રના છે જેમાં દવાલે ગણેશ કિસાન, નાયક માને રામ મંદ્રા સમારાઓ, અંબોરુ બાલાજી સામેલ છે. જ્યારે થમાતરો કાનન એમ તમિળનાડુના તથા પરમાર દેવા હાજા ગુજરાતના વતની છે. પાંચે શહીદના શબ મંગળવારે તેમના ઘરે મોકલવામાં આવશે.

સીઆરપીએફ જવાનનું મોત

કિશ્તવાડા જિલ્લામાં સીઆરપીએફના એક જવાનનું હૃદય બંધ પડી જતાં મોત નીપજ્યું હતું. પોલીસે તેમના શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. તેમનું નામ બિરાટ રાજા દેકા 52 બટાલિયનના જવાન હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Soldiers martyred who have been saved from Avalanche in Kashmir
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended