Home »National News »Photo Feature» 2 Brothers Died In Accident One Of Them Engaged Just Four Days Ago

4 દિવસ પહેલા પુત્રની થઈ હતી સગાઈ, હવે ઘરે પહોંચી બંને પુત્રોની લાશ

divyabhaskar.com | Jan 24, 2017, 00:09 AM IST

  • મૃતક અમિત અને વિનીત સગા ભાઈ હતા.
ઈન્દોરઃ રોડ અકસ્માતમાં 5 યુવકોની મોત બાદ 4 પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.  વૃદ્ધ દંપતિએ પોતાના બંને પુત્રોને ગુમાવી દીધા હતા. વળી એક પરિવારે ઘરના એકમાત્ર સંતાનને ખોયો હતો. હોસ્પિટલમાં મૃતકોના મિત્રોએ જણાવ્યું કે, બધા મિત્રો 6 મહિના બાદ મળ્યા હોવાથી પાર્ટી માટે નીકળ્યા હતા. મૃતક અમિત અને વિનીત સગા ભાઈ હતા. 4 દિવસ પહેલા જ અમિતની સગાઈ થઈ હતી. બંનેના પિતા જગદીશ શર્મા એક ગેરાજ ચલાવે છે.
 
માતા-પિતા સાથે રહેવા દિલ્હીની નોકરી છોડી...

- સુમીત નામનો યુવક એમબીએ કર્યા બાદ દિલ્હીમાં નોકરી કરતો હતો. પિતાને હાર્ટની સમસ્યા અને માતાને પગની તકલીફ હોવાથી તેણે દોઢ મહિના પહેલા જ નોકરી છોડી માતા-પિતા પાસે પહોંચ્યો હતો.
- સુમીતના લગ્ન 28 એપ્રિલ 2015ના થયા હતા. પત્ની મોનિકા આઘાતમાં છે. પિતા હેમંત એમપીઈબીના કર્મચારી છે. હવે પરિવારમાં પુત્રી સોનાલી જ એક સંતાન છે.
- મૃતક ધીરેન્દ્ર પોલીસ પરિવારમાંથી હતી. પિતા હેડ કોનસ્ટેબલ રિટા. છે, જ્યારે મોટો ભાઈ હરજેંદ્ર ભિંડમાં એસઆઈ છે. ધીરેન્દ્ર એસઆઈ બનવાની તૈયારી કરતો હતો. 
- ધીરેન્દ્રની ટૂંક સમયમાં સગાઈ થવાની હતી. 
- રવિશ ઘરમાં સૌથી નાનો હતો, તે મિત્રો માટે દરેક સમયે હાજર રહેતો હતો.
- બી.કોમ કર્યા બાદ રવિશે મિત્ર આનંદ સાથે રહી મોબાઈલ રિપેરીંગની શોપ ખોલી હતી.
- તેના પિતા, મોટો ભાઈ રોનક અને બહેન રોશની આઘાતમાં છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2 Brothers Died In Accident One Of Them Engaged Just Four Days Ago
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended