Home »National News »Latest News »National» 4 People Buried Alive In A Snow Avalanche At Gurez Sector Bandipora

J&K: હિમસ્ખલનથી 1 આર્મી ઓફિસર શહીદ, 8 જવાનને બચાવી લેવાયા

Agency | Jan 25, 2017, 14:33 PM IST

  • પ્રતીકાત્મક તસવીર
શ્રીનગર.જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ સ્થિત આર્મી કેમ્પ બુધવારે હિમસ્ખલનના ઝપટમાં આવી ગયો હતો. જગ્યા શ્રીનગરથી 80 કિલોમીટર દૂર છે. આ ઘટનામાં એક આર્મી મેજર શહીદ થયા છે. જ્યારે 8 જવાનને બચાવી લેવાયા છે. બીજી તરફ બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનને કારણે 4 લોકો દટાઈ જવાના કારણે મોતને ભેટ્યા છે. મૃતકો એક જ પરિવારના સભ્યો છે. હાલ રાહત-બચાવ કાર્ય ચાલુ છે. હવામાન વધુને વધુ ખરાબ થઈ રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
 
 
બાંદીપુરામાં એક જ પરિવારના 4 લોકોનાં મોત
 
- જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં થોડા દિવસોથી બરફ વર્ષા થઈ રહી છે. પરિણામે અહીંયાના વિવિધ વિસ્તારોમાં બરફ વર્ષાનો આનંદ લેવા પ્રવાસીઓ આવી રહ્યા છે.
- દરમિયાન આજે બાંદીપુરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલન થવાથી એક જ પરિવારના 4 લોકોનાં દટાઈ જવાના કારણે મોત થયા છે. ઉપરાંત સોનમર્ગમાં હિમસ્ખલનથી સોનમર્ગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.
-  આ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સતત ખરાબ થઈ રહેલા હવામાનના કારણે તેમાં વિઘ્ન આવી રહ્યું છે.
 
મૃતકોના નામ
 
પોલીસના જણાવ્યા મુજબ, ગુરેજના તુલેલા વિસ્તારમાં આવેલા બુદ્દે ગામના મેહરાજ-ઉદ-દિન-લોનના મકાન પર બરફ ધસી પડ્યો હતો. જેમાં 55 વર્ષીય લોન, તેની 50 વર્ષીય પત્ની અઝીઝી, 22 વર્ષીય પુત્ર ઈરફાન અને 19 વર્ષીય પુત્રી ગુલશાનનું મોત થયું હતું. જ્યારે તેના બીજા પુત્ર રિયાઝ અહમદને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
 
તંત્ર દ્વારા આપવામાં આવી હતી ચેતવણી
 
ગઈકાલે થયેલી હિમવર્ષા બાદ કાશ્મીરમાં તંત્ર દ્વારા હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી. ઉપરાંત પર્વત પર રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા સલાહ અપાઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 people buried alive in a snow avalanche at Gurez sector Bandipora
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended