Home »National News »Latest News »National» 36 Year Old Pravinsinh Rathod Wrote Award Winning Movies After Lost Son And Daughter

જોધપુર: પુત્ર-પુત્રી ગુમાવ્યાં, ડિપ્રેશનમાંથી બહાર આવી શૉર્ટ ફિલ્મો બનાવી એવોર્ડ જીત્યા

Shana, Jodhpur | Feb 08, 2017, 01:51 AM IST

  • જોધપુર: પુત્ર-પુત્રી ગુમાવ્યાં, ડિપ્રેશનમાંથી બહાર આવી શૉર્ટ ફિલ્મો બનાવી એવોર્ડ જીત્યા,  national news in gujarati
જોધપુર:શહેરના મેહરોચોક વિસ્તારના રહેવાસી અને વ્યવસાયે ગાઇડ પ્રવીણસિંહ રાઠોડ (36 વર્ષ) 2008માં બ્રેન ટ્યુમરને કારણે બે વર્ષની દીકરી અને એક વર્ષના પુત્રને ગુમાવીને માનસિક રીતે તૂટી ગયા હતા. પછી પોતાના ગુમાવેલાં સંતાનોની શોધ તેઓ ફૂટપાથ પર રહેતાં બાળકોમાં કરવા લાગ્યા. તે માટે તેઓ તેમની નાની-નાની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયાસ કરે છે. આ દરમિયાન તેમણે આ બાળકોમાં રહેલી પ્રતિભા અને તેમનાં સ્વપ્નો વિશે જાણ્યું.
 
અહીંથી જ તેમને એક નવી દિશા મળી - શૉર્ટ ફિલ્મ મેકિંગની. ત્રણ વર્ષ સુધી આ બાળકો વિશે જાણ્યા બાદ તેઓ સમાજના નબળા વર્ગની સમસ્યાઓ અને તેમના સંઘર્ષ આધારિત ફિલ્મો બનાવવા લાગ્યા હતા. વિષય હતા- આ બાળકોનો ડર, મજબૂરી, સ્વપ્ન વગેરે. સ્વયં સાધન સંપન્ન નહીં હોવા છતાં તેમણે 5 થી 8 મિનિટની ચાર શૉર્ટ ફિલ્મો બનાવી હતી અને ચારેય આંતરરાષ્ટ્રીય સ્તરે ઇનામ મેળવી ગઇ હતી. આ મહિને જ આયોજિત જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (જિફ્સ)-2017માં તેમની ફિલ્મ ‘આઈ એમ રઘુ’ને રાજસ્થાન કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરાઇ હતી.
 
કરતબ પ્રદર્શિત કરતી વખતે રેતીના ઢગલા પર બોક્સિંગ પ્રેક્ટિસ કરતા બાળકથી પ્રેરણા મળી
 
રાઠોડના અનુસાર પાંચ વર્ષના બાળકને વાંસ પર ચઢીને રમતા જોયો. તે નીચે પડીને અપંગ થઇ ગયો હતો. અન્ય બાળકોને પણ જોયાં. તેમણે કહ્યું કે પૈસા કમાવા માટે આ બધું કરે છે. એક ગરીબ બાળક બોક્સર બનવા માગતો હતો, તે સેલિબ્રિટીનાં પોસ્ટર જોઇને પથ્થર ઉપાડી બોડી મેન્ટેન કરતો, રેતી પર પ્રેક્ટિસ કરતો હતો. મને લાગ્યું કે હું ફિલ્મોથી આ બધું દર્શાવી શકું છું
 
હાલ સુધી ચાર ફિલ્મો, ચારેયને એવોર્ડ મળ્યો
 
વર્ષ 2011માં ‘શેડ્સ ઑફ લાઇફ’ ફિલ્મ બનાવી. તે ગરીબ બાળકો દ્વારા કરતબ દેખાડવા દરમિયાન થતા અકસ્માત પર આધારિત હતી. તે પાંચમા લખનઉ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમાં પ્રસિદ્ધ કલાકાર ટૉમ ઑલ્ટર મહેમાન હતા. તેમણે ફિલ્મને પારિતોષિક આપ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 36 year old Pravinsinh Rathod Wrote Award winning Movies after lost Son and Daughter
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended