Home »National News »Desh» Local People Buried Dead Tortoise Near Temple Without Informing Forest Department

350 વર્ષના કાચબાનું નિધન, સ્થાનિકોએ પરંપરાગત રીતે કર્યા અંતિમ સંસ્કાર

Vinay Verma | May 19, 2017, 17:25 PM IST

  • 8 જેટલા લોકોએ મળી તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
રાયપુરઃરાજ્યના પાટનગરના સરોના તળાવમાં 350 વર્ષની વય ધરાવતા કાચબાનું નિધન થયું હતું. તેની લંબાઈ 5 અને પહોળાઈ 3 ફૂટ હતી. કાચબાનું વજન 78 કિલોથી વધુ હતું, જેને 8 જેટલા લોકોએ મળી તળાવમાંથી બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ પરંપરાગત રીતે મંદિર પાસે કાંચબાના અંતિમ સંસ્કાર કર્યા હતા. સ્થાનિકો તે સ્થળે સમાધિ બનાવવાનું વિચારી રહ્યાં છે.
 
 
 
પેઢીઓથી સાંભળતા આવ્યા છે આ કાચબા વિશે....

- સ્થાનિક લોકો અનુસાર, તેઓ પાછલી પેઢીઓથી આ કાચબા વિશે સાંભળતા રહ્યાં છે કે, તળાવમાં એક વૃદ્ધ કાચબો છે.
- લોકો આ કાચબાની પૂજા કરતા હતા, જ્યારે મહિલાઓને આ કાચબાના દર્શન થતા તો તેઓ તેને શુભ માનતી.
- તળાવના કેર ટેકર જ કાચબાનું ધ્યાન રાખતા હતા. કાચબો પાણીની ઉપર દેખાયો ત્યારે તેમાં ઘણા સમયસુધી હલનચલન ન થવા પર લોકોએ તેને બહાર કાઢતા તેના મોતની ખબર પડી.
- લોકોએ કાચબાને શિવ મંદિર પાસે દફનાવી દીધો. જોકે આ મામલે વનવિભાગે જણાવ્યું કે, સ્થાનિકોએ તેમને આ અંગે જાણ કરી નહોતી. ઘટના સ્થળે તપાસ માટે વન વિભાગની ટીમ મોકલવામાં આવી હતી.
- આ ટીમની રિપોર્ટના આધારે પોસ્ટમોર્ટમ માટે કાચબાના મૃતદેહને કાઢવો કે નહીં તે નક્કી કરવામાં આવશે.
- ગામના જાનકર સિંહ ઠાકુરે જણાવ્યું કે, પૂર્વજોને વર્ષો પહેલા સંતાન નહોતી તે સમયે એક સંતના કહેવા પર તળાવ ખોદાવ્યું અને તેમા આ કાચબો છોડવામાં આવ્યો હતો.
- ઘણા સમયથી બીમાર રહેતો કાચબો આ વખતે ગરમી સહન ન કરી શક્યો અને મૃત્યુ પામ્યો હતો.
 
(આગામી સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Local People Buried Dead Tortoise Near temple Without Informing Forest Department
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended