Home »National News »Photo Feature» Car Driver And Other Man Is In Hospital Under Critical Situation

5 દિવસ પહેલા જે ઘરમાં હતા લગ્ન, હવે ત્યાંથી જ ઊઠી એકસાથે 3 લોકોની અર્થી

divyabhaskar.com | Jan 23, 2017, 12:42 PM IST

  • પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય મૃતદેહો ઘરે પહોંચ્યા તો જોનારા તમામ રડી પડ્યા હતા.
સીહોરઃઈન્દોર-ભોપાલ રોડ પર અકસ્માતમાં માતા-પુત્રી અને એક બાળકનું મોત થયું હતું. આ અકસ્માત ખોકરી ગામ પાસે થયો હતો. એક માહિતી અનુસાર, પાંચ દિવસ અગાઉ જે ઘરમાં લગ્ન થયા હતા તે જ ઘરેથી હવે એકસાથે 3 લોકોની અર્થી ઊઠી હતી.
 
બહેનના થયા હતા લગ્ન, સાસરીએ લેવા જતા હતા...

- એક જ ઘરના 3 લોકોનો અકસ્માતમાં મોત થતા પરિવાજનો સહિત પાડોશીઓને પણ આઘાત લાગ્યો છે.
- મોટી બહેન ઉષા, ભાણી પૂજા અને એકમાત્ર પુત્ર શ્રૈયાંશનો મૃતદેહ જોઈ શિવપ્રસાદ વારંવાર બેભાન થતા હતા.
- શ્રેયાંશની માતાની આંખો જ પુત્રને ગુમાવવાનો ગમ દેખાડતી હતી, જોકે તેમને પતિની સ્થિતિ વધુ લથડી ન જાય તેનો ભય પણ હતો.
- પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય મૃતદેહો ઘરે પહોંચ્યો તો જોનારા તમામ રડી પડ્યા હતા.
- અકસ્માત થયેલા સ્થળે કારની સ્થિતિ જોવા પર તેની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે.
- અકસ્માતને જોનારા લોકોએ જણાવ્યું કે, આગળના વાહનોને ઓવરટેક કરવાના ચક્કરમાં કારનું બેલેન્સ બગડ્યું હતું. જેને કારણે અકસ્માત થયો હતો.
- 32 વર્ષીય સંદીપ સિંગારીયા પોતાની બહેનને લેવા તેની સાસરીમાં બડવાની જતા હતા. 
- કારમાં તેમની સાથે બહેન ઉષા રેકવાર (45), ભાણી પૂજા (20) અને 5 વર્ષીય ભત્રીજા શ્રૈયાંશ પણ હતા.
- કારનું બેલેન્સ બગડી તે રોડ પરથી ઉતરી નીચે જઈ પડી હતી. કારમાં પાછલી સીટે બેઠેલા ઉષા. પૂજા અને શ્રૈયાંશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
- સંદીપ અને ડ્રાઈવર વિજય નાગવંશીની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car Driver And Other Man is in Hospital Under Critical Situation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended