Home »National News »Latest News »National» 3 Arrested In Rs 3700 Crore Like Scam In Noida

નોઇડા: દરેક Like પર પૈસાની લાલચ આપી 3700 કરોડની ઠગાઈ, 3ની ધરપકડ

divyabhaskar.com | Feb 03, 2017, 16:24 PM IST

  • અનુભવ મિત્તલની બર્થ ડે પાર્ટીમાં હાજર રહેલી સની લિયોની, અમિષા પટેલ (ફાઈલ)
નોઈડા. ઉત્તર પ્રદેશ એસટીએફે સોશિયલ ટ્રેડિંગના નામ પર ચાલતાં આશરે 3,700 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં  એક લાઈક પર 5 રૂપિયા ઓફર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં  એસટીએફે કંપનીના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઉપરાંત કંપનીનું બેંક એકાઉન્ટ પર સીઝ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મિત્તલના એક ડિસ્ટ્રિબ્યુટરના કહેવા પ્રમાણે, "નોઈડામાં ઈન્ટમાર્ટનું લોન્ચિંગ યોજાયું હતું. સની લિયોન, અમીષા પટેલ જેવી સેલિબ્રિટી બોલાવી હતી. નોઈડા યોજાયેલો કાર્યક્રમ અત્યંત ભવ્ય હતો અને તેમાં માત્ર 'ડાયમન્ડ' મેમ્બર્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું."
....એ કાર્યક્રમ અત્યંત ભવ્ય હતો 

મિત્તલના નેટવર્ક સાથે જોડાયેલા એક ડિસ્ટ્રિબ્યુટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ફેશનની દુનિયામાં ક્રાંતિ લાવવાના હેતુથી 'ઈન્ટમાર્ટ' લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો લોન્ચિંગ કાર્યક્રમ નોઈડાની એક હોટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મિત્તલના નેટવર્કના માત્ર 'ડાયમન્ડ' મેમ્બર્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં કેટલાક સ્થાનિક તથા રાષ્ટ્રીય પત્રકારો પણ હાજર હતા. 

નવેમ્બર મહિનામાં યોજાયેલા આ કાર્યક્રમના દિવસે સમગ્ર કૌભાંડના આરોપી મિત્તલનો જન્મદિવસ હતો. આ કાર્યક્રમમાં મિત્તલે જણાવ્યું હતું કે, "દેશના ઈલાઈટ ક્લાસને ધ્યાનમાં રાખીને આ લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા એક વખત જે ડિઝાઈન કે ફેશન લોન્ચ કરવામાં આવશે તે ફરી રીપિટ નહીં થાય."

પોર્ન સ્ટાર ટર્ન્ડ ફિલ્મ એક્ટ્રેસ સની લિયોન તથા ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ લોન્ચિંગના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. એટલું જ નહીં બંનેએ રેમ્પવોક પણ કર્યું હતું. કાર્યક્રમમાં બંને ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યાં હતાં. તેમના કહેવાનો સાર હતો કે, "આ ઈવેન્ટમાં હાજર રહીને અમે ગર્વ અનુભવીએ છીએ. કારણ કે, આ કોઈ સામાન્ય ઈવેન્ટ નથી, પરંતુ ઈતિહાસ છે. દેશમાં ડિજીટલ ક્રાંતિનો એક અધ્યાય છે."

વળતાં પ્રદર્શનો કરવાની તૈયારીમાં મિત્તલના સમર્થકો 

મળતી માહિતી પ્રમાણે, મિત્તલે તેના 'ડાયમન્ડ' મેમ્બર્સને નોઈડા બોલાવ્યા છે. રાજસ્થાન તથા દિલ્હીના ડાયમન્ડ મેમ્બર્સ શુક્રવારે નોઈડા પહોંચી રહ્યાં છે. પૈસા પરત કરવાની માંગણી કરી રહેલા લોકોની સામે આ લોકો દેખાવો કરશે. તેમનું કહેવું છે કે, એક પણ રૂપિયો રોકડમાં લેવામાં નથી આવ્યો. જે કોઈ લોકો વિરોધ કરી રહ્યાં છે, તેઓ નવા છે. પૂરતી માહિતી ન હોવાના કારણે કંપનીને બદનામ કરી રહ્યાં છે.  

ટોચની ઈ-કોમર્સ કંપની બનવાની ડંફાસ મારતો હતો મિત્તલ 

ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક સાથે સંકળાયેલા એક મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું, "મિત્તલે કહ્યું હતું કે, 'નવું લોન્ચિંગ 'ઈન્ટમાર્ટ' દેશના ઈ-કોમર્સ સેક્ટરમાં ક્રાંતિ લાવશે.' ટોચની ઈ-કોમર્સ કંપનીઓ દેશના માત્ર 900-1000 જેટલા જ પીનકોડ્સ પર ડિલિવરી આપે છે. જ્યારે 'ઈન્ટમાર્ટ' દેશના તમામ 48 હજાર પીનકોડ પર ડિલિવરી આપશે, તેવો દાવો મિત્તલે કર્યો હતો. આ માટે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો દાવો મિત્તલે કર્યો હતો.''
ભવિષ્યમાં દેશની ટોચની ઈ-કોમર્સ કંપનીઓ સાથે કો-કોલોબ્રેટ કરીને વેચાણ કરવામાં આવશે, તેમ મિત્તલે તેના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના સભ્યોને જણાવ્યું હતું. 
 
1 લાઈકના મળતા 5 રૂપિયા
 
- સ્કીમમાં સભ્યપદના હિસાબે ક્લિક કરવા પર રૂપિયા મળતા હતા.
- એક લાઈક કરવા પર સભ્યને 5 રૂપિયા મળતા હતા. 5 હજાર પર રોજની 10 લાઈક, 50 હજાર પર 100 લાઈક. 100 લાઈક સુધી 25 લાઈક બોનસ તરીકે મળતી હતી.
- એટલે કે 50 હજારની સભ્યતા પર રોજની 125 લાઈક કરવા પર 625 રૂપિયા ખાતામાં જમા થતા. પરંતુ આ 625 રૂપિયા પર પણ 15 ટકા ટેક્સ કાપ્યા બાદ દર સપ્તાહે હિસાબ કરવામાં આવતો.
 
ડિજિટલ માર્કેટિંગના નામે ઠગતા હતા લોકોને
 
-  એસટીએફના એસએસપી અમિત પાઠકે જણાવ્યું કે, એબ્લેઝ ઈન્ફો સોલ્યુશન નામની કંપનીની સેક્ટર-63માં ઓફિસ આવેલી છે.
- આ કંપની રોકાણકારોને મલ્ટી લેવલ માર્કેટિંગ દ્વારા ડિજિટલ માર્કેટિંગના નામ પર એક મોટું કૌભાંડ આચર્યું છે.
- તેમણે કહ્યું કે, ડિજિટલ માર્કેટિંગના નામ પર આ 3,700 કરોડ રૂપિયાનું કૌભાંડ છે.
- ઈન્વેસ્ટિગેશનમાં પોલીસે 12 બેંક એકાઉન્ટમાં 520 કરોડ રૂપિયાની રકમ મળી છે. કંપનીના કેનરા બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક અને એક્સિસ બેંકમાં એકાઉન્ટ છે. હાલ કંપનીની બેલેન્સશીટ, ઈન્વેસ્ટર્સ ઈન્વેસ્ટર્સ ઈન્ફોર્મેશન અને કોના બેંક એકાઉન્ટમાં  રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેની તપાસ થઈ રહી છે.
 
મુખ્ય સૂત્રધાર છે BTech ગ્રેજ્યુએટ
 
-સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય અનુભવ મિત્તલ છે. જે બીટેક ગ્રેજ્યુએટ છે.
- આ ઉપરાંત તેના બે સાગરિતો 40 વર્ષીય શ્રીધર પ્રસાદ અને 25 વર્ષીય મહેશ દયાલ છે. પ્રસાદ એમબીએ થયેલો છે, જ્યારે મહેશ ટેક સપોર્ટ આપતો હતો.
 
5000થી લઈ 50 હજારમાં મેમ્બરશિપ
 
- અમિત પાઠકે જણાવ્યું કે કંપનીમાં સોશલ ટ્રેડ ડોટ બિઝ નામથી પોર્ટલ બનાવી મલ્ટી લેવલ માર્કેટિંગ દ્વારા લોકોને સભ્ય બનાવતી હતી.
- જેની સભ્ય ફી 5000 રૂપિયાથી શરૂ થઈને 50,000 રૂપિયા સુધીની હતી.
- તેમાં 10 ટકા ટેક્સ અને 5 ટકા ફાઈલિંગ ચાર્જ અલગથી વસૂલ કરવામાં આવતો હતો. એટલેકે 5 હજારનું સભ્યપદ 5750માં મળતું હતું.
 
6.4 લાખ સભ્યો
 
- ટાસ્ક ફોર્સને કાર્યવાહી દરમિયાન કંપનીની ઓફિસમાંથી 6.40 લાખ લોકોના ફોન નંબર ડેટાબેસ મળ્યા છે.
- ઉપરાંત 9 લાખ લોકોના ઓળખપત્રો પણ મળ્યાં છે.
- એસટીએફે જણાવ્યું કે આ લોકો ખુદ નક્લી કંપનીની વિજ્ઞાપન તૈયાર કરીને પોર્ટલ પર નાંખતા હતા અને સભ્ય પાસેથી રકમ જ અન્ય સભ્યોમાં વહેંચતા હતા.
 
કંપનીનું વારંવાર બદલતા હતા નામ
 
-સરકારી તપાસ એજન્સીઓથી બચવા માટે આ કંપનીના સંચાલકો એક મહિનાથી સતત નામ બદલી રહ્યા હતા.
- પહેલાં સોશલ ટ્રેડ, બાદમાં ફ્રી હબ ડોટ કોમ, ફેંઝઅપ ડોટ કોમ, ઈંટમાર્ટ ડોટ કોમ અને થ્રી ડબલ્યુ ડોટ કોમ નામથી આ કંપની સતત છેતરપિંડી કરતી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 3 arrested in Rs 3700 crore like scam in noida
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext