Home »National News »Latest News »National» Record 27 US Congressmen Travelling To India In February Month

ઈતિહાસમાં પ્રથમ વખત US કોંગ્રેસના 27 સાંસદ ફેબ્રુ.માં આવશે ભારત

Agency | Feb 15, 2017, 16:50 PM IST

  • ગયા વર્ષે જૂનમાં નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસમાં સ્પીચ આપી હતી. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા મળી. (ફાઈલ)
નવી દિલ્હી/વોશિંગટન. અમેરિકન કોંગ્રેસના 27 સાંસદ આ મહિને ભારત આવશે જે એક રેકોર્ડ હશે. આ એ વાતનો સંકેત છે કે અમેરિકાએ નવી દિલ્હી સાથે સ્ટ્રેટેજિક અલાયન્સ મજબૂત કરવાના પ્રયાસો ઝડપી કરી દીધા છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ બે અલગ-અલગ ડેલીગેશનમાં ભારત આવશે.
 
સંબંધો મજબૂત કરવાના અમેરિકાના ઝડપી પ્રયાસો
 
- ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાએ તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવતા કહ્યું કે આ પ્રવાસ એનો સંકેત છે કે યૂએસ કોંગ્રેસમાં ભારત-અમેરિકા સંબંધોને બંને પક્ષો (રિપબ્લિકન-ડેમોક્રેટ)નો સપોર્ટ છે.
- “સાંસદોની ઈન્ડિયા વિઝિટ સંબંધો મજબૂત કરવાના અમેરિકાના પ્રયાસોનો એક ભાગ છે.”
- “અમેરિકન કોંગ્રેસના રેકોર્ડથી એ જાણવા મળ્યું છે કે ભારત આવનારા અમેરિકન સાંસદોની આ સૌથી મોટી સંખ્યા છે.”
- સરનાએ કહ્યું, “નવા એડમિનિસ્ટ્રેશન આવ્યા બાદ કોંગ્રેસી સાંસદોનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
- “અમે નસીબદાર છીએ કે 27 સાંસદોના બે દળ આ મહિને ભારત આવી રહ્યા છે જે હકિકતમાં નાની સંખ્યા નથી.”
 
પહેલું ડેલીગેશન 20-25 ફેબ્રુઆરી સધી ભારતમાં
 
- 19 અમેરિકન સાંસદોની સૌથી મોટું ડેલીગેશનનું ઓર્ગેનાઈઝર Aspen ઇન્સ્ટિટયૂટ છે.
- આ ડેલીગેશન 20થી 25 ફેબ્રુઆરી સુધી ભારતમાં હશે અને આ દરમિયાન અમેરિકન સાંસદો નવી દિલ્હી અને હૈદરાબાદમાં રોકાશે.
- વિઝિટ દરમિયાન સાંસદોનો સરકારના ટોપ ઓફિશિયલ્સ, નેતાઓ, થિંક ટેન્ક સંસ્થાઓના મેમ્બર્સ અને બિન સરકારી સંગઠનોને મળવાનો કાર્યક્રમ છે.
 
બીજું ડેલીગેશન 20-23 ફેબ્રુઆરી સુધી રોકાશે
 
- રિપબ્લિકન અને ડેમોક્રેટના 8 સાંસદોનું બીજું અકે દળ 20થી 23 ફેબ્રુઆરી સુધી ભારતમાં રહેશે અને તે નવી દિલ્હી અને બેંગલુરુ જશે.
- આ ડેલીગેશનને અમેરિકાના પાવરફુલ હાઉસ જ્યુડિશિયરી કમિટીના ચેરમેન બોબ ગુડલેટ્ટી લીડ કરશે.
- આ ડેલીગેશનમાં અમેરિકામાં ઈન્ડિયન કોકસના કો-ચેર જોર્જ હોલ્ડિંગ ઉપરાંત જેસન સ્મિથ અને ડવે ટ્રોટ પણ હશે. આ ચારેય લીડર્સ રિપ્બ્લિકન છે.
- ડેલીગેશનના ડેમોક્રેટ મેમ્બર્સમાં શિલા જેક્સન લી, હેંક જોનસન, ડેવિડ સિસલિની અને હેનરી સુલર છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Record 27 US Congressmen travelling to India in February month
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext