Home »National News »Photo Feature» Patanjali Brand In Trouble Due To Their False Claims In Advertisement

પતંજલી બ્રાન્ડની 33માંથી 25 જાહેરાતો ગેરમાર્ગે દોરતી હોવાનો ASCIનો ખુલાસો

divyabhaskar.com | Jan 21, 2017, 18:26 PM IST

  • પતંજલીની મોટાભાગની જાહેરાતોમાં બાબા રામદેવ જોવા મળે છે.
નવી દિલ્હીઃપતંજલી આયુર્વેદ કંપની 400થી વધુ પ્રોડક્ટ્સ ફૂડ અને કોસ્મેટિક કેટેગરી હેઠળ વેચે છે. કંપની અન્ય કંપનીઓ કરતા સસ્તા ભાવે ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ વેચવાનો દાવો કરતી રહી છે. જોકે હવે પતંજલી બ્રાન્ડ ફરી વાર વિવાદોમાં સપડાઈ છે.  એડવર્ટાઈઝમેન્ટ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ પતંજલીની 33માંથી 25 જાહેરાતોને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે.
 
દરેક માધ્યમમાં આપેલી જાહેરાત અંગે મળી હતી ફરિયાદ...

- સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર પતંજલીની 33 જાહેરાતો વિરુદ્ધ એપ્રિલ 2015 થી જૂન 2016 દરમિયાન ફરિયાદ મળી હતી.
- આ જાહેરાતો ટીવી, પ્રિન્ટ માધ્યમ સુધી લોકોને પતંજલી પ્રોડક્ટ્સની માહિતી આપતી હતી.
- પતંજલી પ્રોડક્ટ્સની ગેરમાર્ગે દોરનારી એક જાહેરાતનું ઉદાહરણ લઈએ તો તે દંતકાંતી ટૂથપેસ્ટ. આ ટૂથપેસ્ટના ઘણા લાભ બતાવવામાં આવે છે પરંતુ તેની પાછળ કોઈ સાઈન્ટિફિક પુરાવો અપાયો નથી.
- ‘દંત કાંતિની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પાયોરિયા, સોજા અને પેઢામાંથી નીકળતા લોહી અને મોઢામાંથી આવતી દુર્ગંધથી મુક્તિ આપે છે. જોકે આ દાવાને સાબિત કરવા કોઈ સાઈન્ટિફિક ડેટા અપાતો નથી. તેથી આ જાહેરાત લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનું સાબિત થાય છે.’
- કરોડો ગ્રાહકો આવી જાહેરાતો જોઈ પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે. 
- સાબુ-શેમ્પુ સહિતની પ્રોડક્ટ્સ પણ અંદરથી કેવી હશે ગ્રાહક પહેલાથી જાણી શક્તો ન હોવાથી ખરીદી લે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................................) 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patanjali Brand In Trouble Due To Their False Claims in Advertisement
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended