Home »National News »Latest News »National» 25 Children Will Get National Bravery Award

25 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર, જાણો તેમના બહાદુરીભર્યા પરાક્રમો

divyabhaskar.com | Jan 23, 2017, 13:31 PM IST

  • 16 વર્ષના નમને પાણીમાં ડૂબતા બાળકને બચાવ્યો.
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સોમવારે બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપશે. આ કાર્યક્રમ સાંજે 4 વાગે થશે. સન્માન મેળવનારાઓમાં 13 છોકરાઓ અને 12 છોકરીઓ છે. 4 બાળકોને મરણોપરાંત આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
 
બાળકોની બહાદુરીભરી ગાથાઓ
 
1. 7 વર્ષના બાળકને બચાવવા 12 ફૂટ ઊંડા પાણીમાં કૂદી ગયો નમન
 
- નમન દિલ્હીના પ્રીતમપુરામાં રહે છે.
- ઘટના હરિયાણાના સોનીપતની છે. નમન તેના સગાં-સંબંધીઓને મળવા ગયો હતો.
- નમનના જણાવ્યા અનુસાર, “તે દિવસે ઘણી ગરમી હતી. હું મારા ભાઈ સાથે નહેરમાં નહાવા જઇ રહ્યો હતો. ત્યારે જ મારી નજર ગઇ કે એક 7 વર્ષનો છોકરો પાણીમાં ડૂબી રહ્યો છે. તેના મોઢામાં પાણી ભરાઇ ગયું હતું.”
- “મને બાળપણથી જ તરતાં આવડે છે. હું તરત પાણીમાં કૂદી ગયો. પાણી આશરે 12 ફૂટ ઊંડું હતું. મેં બાળકને પકડ્યું, તેને કિનારે લઇ આવ્યો અને તેની અંદર ભરાયેલું પાણી કાઢ્યું. ઇશ્વરની દયા છે કે તે બચી ગયો.”
 
2. ભાઈને બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી 15 વર્ષના સુમિત મમગઇએ
 
- 15 વર્ષનો સુમિત ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહે છે.
- શું થયું હતું તે દિવસે? સુમિત જણાવે છે કે, “હું અને મારો ભાઈ (18 વર્ષ) પશુઓનો ચારો લેવા માટે ખેતરે ગયા હતા. પહેલેથી જ દીપડો ઝાડીઓમાં છુપાઇને બેઠો હતો. જેવો અમે ચારો કાપવો શરૂ કર્યો તેવો તેણે મારા ભાઈ પર હુમલો કરી દીધો.”
- “ભાઈ પર હુમલો થયો ત્યારે મને વિચાર આવ્યો કે જો તે મારા ભાઈને ખાઇ ગયો તો હું ઘરે જઇને શું કહીશ?”
- “મેં વિચાર્યું કે જીવીશું તો બંને ભાઈ અને મરીશું તો પણ બંને ભાઈ. મેં મારી પાઠણ (ચારો કાપવાનું સાધન) થી દીપડા પર ખૂબ પ્રહારો કર્યા. દીપડો ઘણો તાકાતવાળો હતો. તેણે મારા પર પણ હુમલો કર્યો.”
- સુમિત કહે છે, “હું ડર્યો નહી અને સતત તેના પર હુમલો કરતો રહ્યો. એટલે તે અમને છોડીને ભાગી ગયો.”
- સુમિતના પિતા સુરેશદત્ત મમગઇ જણાવે છે કે,  “જ્યારે બાળકોએ ઘરે આવીને અમને આ ઘટનાની જાણ કરી તો અમને વિશ્વાસ જ ન આવ્યો કે આ બાળકો દીપડા સાથે બાથ ભીડીને આવ્યા છે.”
- “પરંતુ જ્યારે ડૉક્ટર્સે અમને કહ્યું કે તેમને જે ઘા લાગ્યા છે તે દીપડાના દાંતના જ છે, ત્યારે અમને વિશ્વાસ થયો. સુમિતની બહાદુરીના કારણે જ મારા મોટા દીકરાનો જીવ બચી ગયો.”
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો બે બાળકોએ પકડાવ્યો ચોર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 25 children will get national bravery award
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext