Home »National News »Latest News »National» 23 Tableaux Will Be There In Republic Day Pared

ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે 23 ટેબ્લો, 23 વર્ષો પછી લક્ષદ્વીપને તક

divyabhaskar.com | Jan 23, 2017, 14:13 PM IST

  • પંજાબના ટેબ્લોમાં ત્યાંના પરંપરાગત ડાન્સની ઝલક હશે.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર આ વર્ષે રાજપથ પર 23 ટેબ્લો જોવા મળશે. આમાં 17 રાજ્યોના અને 6 કેન્દ્રીય મંત્રાલયોના ટેબ્લો હશે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લક્ષદ્વીપ 23 વર્ષો પછી આ પરેડમાં સામેલ થવા જઇ રહ્યું છે.
 
જમ્મુ-કાશ્મીરમાં ટૂરિઝમના બહાલીના પ્રયત્નો
 
- જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી થયેલી હિંસા અને દેખાવોના કારણે ત્યાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે.
- હવે અહીંયા વિન્ટર સ્પોર્ટ્સ શરૂ થવાના છે. પરિણામે તેમના ટેબ્લોમાં પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વખતે તેમાં ગુલમર્ગની બરફાચ્છાદિત ઘાટીઓ જોવા મળશે.
- 22 વર્ષીય બારામૂલાના સિંગર ઇશફાક અહમદ પણ તેમાં પોતાનું પર્ફોર્મન્સ આપશે.
 
મહારાષ્ટ્રના ટેબ્લોમાં તિલકની વાર્તાઓ
 
- મહારાષ્ટ્ર આ વર્ષે સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાળગંગાધર તિલકની 160 મી જયંતી ઉજવી રહ્યું છે. તેથી તેમના ટેબ્લોમાં તિલકની વાર્તાઓને સામેલ કરવામાં આવી છે.
- આ ટેબ્લોમાં બતાવવામાં આવશે કે કેવી રીતે તેમણે ‘કેસરી’ સમાચારપત્ર શરૂ કર્યું, કેવી રીતે તેમણે ગણેશોત્સવની શરૂઆત કરી અને ફરી કેવી રીતે મંડાલય જેલમાં ગયા.
 
 
હરિયાણામાં બેટી બચાઓ, ગુજરાતમાં કચ્છની સંસ્કૃતિનું થીમ
 
- હરિયાણાનો ટેબ્લો બેટી બચાઓ, બેટી પઢાઓ થીમ પર હશે.
- જેમાં કલ્પના ચાવલા, ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિક અને પેરાલિમ્પિક ચેમ્પિયન દીપા મલિકની સિદ્ધિઓ વિશે જણાવવામાં આવશે.
- ગુજરાતના ટેબ્લોમાં કચ્છની કલા અને લાઇફસ્ટાઇલ પર ફોકસ કરવામાં આવ્યું છે.
- ઓડિસાના ટેબ્લોમાં ડોલ જાત્રા અને પશ્ચિમ બંગાળના ટેબ્લોમાં શરદોત્સવ અને કામાખ્યા મંદિરને દર્શાવવામાં આવ્યું છે.
- અરૂણાચલપ્રદેશ, કર્ણાટક, પંજાબ, ત્રિપુરા અને તમિલનાડુના ટેબ્લોમાં ત્યાંના પરંપરાગત નૃત્યની ઝલક બતાવવામાં આવશે.
 
લક્ષદ્વીપને 23 વર્ષો પછી મળી તક
 
- કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપને 23 વર્ષો પછી પોતાના ટેબ્લોને પરેડમાં સામેલ કરવામાં સફળતા મળી છે.
- તેમાં 36 ટાપુઓ સાથે પહેલા નહી જોવાયેલા પ્રવાસન સ્થળો વિશે જણાવવામાં આવ્યું છે.
- બીજી બાજુ રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ આ વર્ષે પરેડમાં તેમના ટેબ્લોને સામેલ કરાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
 
NHBનો ટેબ્લો પહેલીવાર
 
- નેશનલ હાઉસીંગ બેન્ક (NHB) નો ટેબ્લો પહેલી વાર આ પરેડમાં સામેલ કરવામાં આવ્યો છે.
- નાના અને મધ્યમ ઉદ્યોગો (સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ) ના ટેબ્લો ખાદી ઇન્ડિયામાં પરંપરાગત વણકરો પર ફોકસ કરવામાં આવ્યું છે.
- સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના ટેબ્લોમાં GST વિશે જણાવવામાં આવશે.
- GST આઝાદી પછીનો સૌથી મોટો કરવેરા સુધારણા કાયદો છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 23 tableaux will be there in Republic Day Pared
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended