Home »National News »Photo Feature» Hirakhand Express Derails In Vijaynagar 23 Killed

આંધ્રમાં પાટા પરથી ઉતરી હીરાખંડ એક્સ. 39ના મોત; ભાંગફોડની આશંકા

divyabhaskar.com | Jan 22, 2017, 23:22 PM IST

  • દુર્ઘટના સ્થળે પહોંચેલા રેલવેપ્રધાન સુરેશ પ્રભુ
નવી દિલ્હી:આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કુલેરી સ્ટેશન પાસે જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસનું એન્જિન તથા આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 39ના મોત થયા છે જ્યારે 56 અન્ય મુસાફરો ઘાયલ થયા છે. રેલવે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ દુર્ઘટનાના કારણો અંગે જાણી શકાયું નથી. જોકે, રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાંગફોડ કરવામાં આવી હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. ગત વર્ષે 20 નવેમ્બરે કાનપુર નજીક ઇન્દોર રાજેન્દ્રનગર ટ્રેનના 14 ડબા ખળી પડતા 150ના મોત થયા હતાં. જ્યારે 28 ડિસેમ્બરે અજમેર સિલ્દાહ એક્સપ્રેસના 15 ડબા પણ કાનપુર નજીક બ્રીજ પરથી ખળી પડ્યા હતાં. જેમાં 44ને ઇજા થઈ હતી.
 
 
ભાંગફોડની આશંકા 

- રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનિવારે રાત્રે થયેલી દુર્ઘટનમાં ભાંગફોડ કે ટ્રેક સાથે ચેડાંની શક્યતા નકારી શકાય નહીં. 
- રેલવે સેફ્ટી કમિશનર (સિવિલ એવિએશન મિનિસ્ટરી) ખુદ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને અકસ્માતનું જાત નિરીક્ષણ કરશે. 
- રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાના કહેવા પ્રમાણે, કોઈ સંદિગ્ધ હિલચાલ, ટ્રેક સાથે ચેડાં વગેરે તમામ એંગલથી તપાસ હાથ ધરવામાં આવશે. 
- ખુદ રેલવેપ્રધાન સુરેશ પ્રભુ તથા રેલવે બોર્ડના ચેરમેન એ.કે. મિત્તલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. 
- પત્રકારો સાથે વાતચીતમાં સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, જો કોઈ ખામી હશે તો તેને સુધારવામાં આવશે તથા જો કોઈએ ફરજમાં બેદરકારી દાખવી હશે તો તેને છોડવામાં નહીં આવે. 
 
શનિવારે મોડીરાત્રે થયો અકસ્માત 
 
- રેલવે તંત્રના જણાવ્યા પ્રમાણે, શનિવારે રાત્રે 11 વાગ્યા આસપાસ હીરાખંડ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. 
- ઈસ્ટ કોસ્ટ રેલવના પબ્લિક રિલેશન ઓફિસર જે.પી. મિશ્રાના જણાવ્યા પ્રમાણે, એન્જિનની સાથે લગેજ વેન, બે જનરલ કોચ, બે સ્લીપર કોચ, એક એસી થર્ડ કોચ તથા એક સેકન્ડ એસીના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 
- અકસ્માત અંગે માહિતી મળતા ચાર રિલીફ વેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. 
- રેલવે તંત્ર દ્વારા અકસ્માતના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. 
- નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટૂકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યારે અન્ય ચાર ટૂકડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. 
- રેલવે અકસ્માતને કારણે વિજયનગરમ-સિંગપુરમના અપ તથા ડાઉન ટ્રાફિકને અસર પહોંચી છે. 
- 54 મુસાફરોને ઈજા પહોંચી છે. સામાન્ય ઈજા પામનારાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી. 
 
પ્રથમ નજરે પાટા તૂટેલા હોવાનું જણાયું

રેલવે પ્રવક્તા અનિલ સક્સેનાએ જણાવ્યું કે, દુર્ઘટનાના બે કલાક પહેલા એક ગુડ્સ ટ્રેન પણ પસાર થઇ હતી. ડ્રાઇવરે ભારે ઝાટકો લાગવા સાથે પ્રચંડ અવાજ સાંભળતાં ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. ષડયંત્રની આશંકાને વેગ મળી રહ્યો છે. પહેલી નજરે પાટા તૂટેલા હોવાનું સામે આવ્યું છે. તેની તપાસ થઈ રહી છે.
પાટા ષડયંત્રના કારણે તૂટ્યા કે લાપરવાહીના કારણે તેની હજુ તપાસ કરવાની છે.
 
બેગૂસરાયના એક જ પરિવારના 4 બાળકો સહિત 8 લોકોના મોત 
 
દુર્ઘટનામાં બિહારના બેગૂસરાયના એક જ પરિવારના 8 લોકોના મોત થઇ ગયા, જેમાં 4 બાળકો પણ સામેલ છે. આ પરિવાર ખોદાવંદપુરના મિર્ઝાપુર ગામનો હતો. આ ગામના જ અન્ય 7 લોકો પણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો ધંધા-રોજગાર માટે એક મહિના પહેલા જ આંધ્રપ્રદેશ ગયા હતા.
 
રેલવેપ્રધાન રાખી રહ્યા છે નજર 

- રેલ મંત્રાલયના ટ્વિટ્સ પ્રમાણે, ઘાયલોને તત્કાળ નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા. 
- ખુદ રેલવે પ્રધાન રાહત અન બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. 
- ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા હેલ્પ-લાઈન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે. 
- વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી જવા માટે તથા રાહત કાર્યોમાં વેગ લાવવા માટે કહેવામાં આવ્યું છે. 
- મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોના પરિવારજનોને રૂ. 50-50 હજાર તથા સામાન્ય ઈજા પામનારાઓના પરિવારજનોને રૂ. 25-25 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. 
 
પ્રતિક્રિયા તથા હેલ્પ લાઈન નંબર્સ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hirakhand Express derails in Vijaynagar 23 killed
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext