Home »National News »Photo Feature» Divya Lived On Rent Near Her Home For CA Final Preparation

21 વર્ષની વયે સીએ બની આ યુવતી, ડિસ્ટર્બ ન થાય તે માટે પરિવારથી દુર રહી

divyabhaskar.com | Jan 22, 2017, 10:13 AM IST

  • દિવ્યા ચોટવાની.
કોટા (રાજસ્થાન) :ઘર હોવાછતાં સ્ટડીમાં ડિસ્ટર્બ ન થાય તે માટે આ યુવતી  4 મહિના સુધી ભાડાંના ઘરમાં રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તે અઠવાડિયામાં એકવાર જ પરિવારજનોને મળતી હતી. આ ઉપરાંત તેણે પોતાનો બર્થ-ડે પણ ઉજવ્યો નહોતો. રોજ તે 12-15 કલાક સુધી અભ્યાસ કરતી હતી. આટલી મહેનતના પરિણામે જ આ યુવતી 21 વર્ષની વયે સીએ બની ગઈ.
 
 
 
પ્રથમ પ્રયાસે જ સીપીટી અને આઈપીસીસી ક્લિયર કર્યું...

- ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટેંટ ઓફ  ઈન્ડિયાએ સીપીટી અને સીએ ફાઈનલનું પરિણામ જાહેર કર્યું હતું.
- પરિણામમાં કોટાની દિવ્યાએ સીપીટી અને આઈપીસીસી પ્રથમ પ્રયાસે જ પાસ કર્યું છે.
- પેપર એટલું મુશ્કેલ હતું કે કોટાથી માત્ર 6 જ સ્ટુડન્ટ સીએ ફાઈનલના બંને ગ્રુપ ક્લિયર કરી શક્યા હતા.
- દિવ્યાના પિતા શીતલ ચોટવાની બિઝનેસમેન છે અને માતા અનિતા હાઉસવાઈફ છે.
- દિવ્યાએ જણાવ્યું કે, પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો સાથે સતત મળતા રહેવાથી સ્ટડી પર ફોક્સ નહોતું રહેતું. તેથી ઘરની પાસે એક રૂમ ભાડે લઈ ત્યાં અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.
- દિવ્યા પોતાના પરિવારની પ્રથમ સભ્ય છે જે સીએ બની હોય.
 
280માંથી 152એ ક્લિયર કર્યા સીપીટી

- કોટા બ્રાન્ચના ચેરમેન પરમેશ ગુપ્તાએ જણાવ્યું કે, સીએ ફાઈનલનું પરિણામ ઈન્ડિયા લેવલે પણ આ વર્ષે ઓછું આવ્યું.
- જોકે સીપીટીનું પરિણામ ઉત્સાહજનક આવ્યું છે. બંને ગ્રુપમાં 6 બાળકોએ, પ્રથમ ગ્રુપમાં 29 અને બીજા ગ્રુપમાં 43 બાળકોએ પાસ કર્યું.
- સીપીટીમાં કુલ 280માંથી 152 બાળકો પાસ થયા છે.  જો આઈપીસીસી માટે એલિજીબલ હશે. જોકે ઓલ ઈન્ડિયા લેવલે રેંકથી કોટા વંચિત રહ્યું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ દિવ્યા ચોટવાનીની વધુ તસવીરો............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Divya Lived On Rent Near Her Home For CA Final Preparation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended