Home »National News »Desh» Tuesday Is Dry Day For Sultan, Earns 90 Lakh Rupees Every Year

ભોજન પહેલા સ્કોચ પીવે છે આ 21 કરોડનો પાડો, શોખ જાણી થશો Shocked

Sudhir Baisla | Mar 20, 2017, 10:14 AM IST

  • સુલતાન નામના આ પાડાની ઉંમર 7 વર્ષ 10 મહીના છે.
ફરીદાબાદઃઆ પાડાની ઉંમર 7 વર્ષ 10 મહીના છે. તેનું નામ સુલ્તાન રાખવામાં આવ્યું છે. આ પાડાની ડાયટ જાણી તમે પણ ચોંકી જશો. સાંજે ભોજન પહેલા આ પાડો 100 ML સ્કોચ પીતો હોય છે. મંગળવાર આ પાડા માટે ડ્રાઈ ડે હોય છે. સ્કોચની બ્રાન્ડ ચેન્જ થતી રહે છે. રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે 100 પાઈપર, ગુરુવારે વેલેનટાઈન, શુક્ર-શનિવારે બ્લેક લેબલ યા શિવસ રિગલ આપવામાં આવે છે.
 
2.40 લાખમાં ખરીદ્યો હતો આ પાડાને

- પાડાના માલિક નરેશે જણાવ્યું કે, તેમણે સુલતાનને 5 વર્ષ પહેલા 2.40 લાખમાં ખરીદ્યો હતો.
- સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીમાંથી બનેલી વાનગી અને દૂધ આરોગે છે.
- કેથલના બૂઢાખેડા ગામના નરેશ બૈનીવાલ સૂરજકુંડ પ્રવાસન સ્થળે તેને પ્રદર્શિત કરવા લાવ્યા હતા.
 
વર્ષે 90 લાખની કમાણી કરાવી આપે છે સુલતાન

- સુલતાન વર્ષમાં 30 હજાર સીમેનના ડોઝ આપે છે જે 300 રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વર્ષે 90 લાખની કમાણી કરાવી આપે છે.
- સુલતાન વર્ષ 2013માં થયેલા રાષ્ટ્રીય પશુ સ્પર્ધામાં ઝજ્જર, કરનાલ અને હિસ્સારમાં નેશનલ વિજેતા રહ્યો હતો.
- પુષ્કરના મેળામાં એક વ્યક્તિએ સુલતાન માટે 21 કરોડની બોલી લગાવી હતી. જોકે નરેશે તેને વેચવાનો ઈન્કાર કરી દીધો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ પાડા સુલતાનની વધુ તસવીરો.......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tuesday is Dry Day For Sultan, Earns 90 Lakh Rupees Every Year
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended