Home »National News »Bhaskar Gyan» 2005 Delhi Serial Blasts Case, Patiala High Court To Pronounced Its Verdict

દિલ્હી 2005 સિરિયલ બ્લાસ્ટઃ બે બહાદુરોની કહાણી જેમના પર ગર્વ થાય

Manoj Sharma | Feb 16, 2017, 18:16 PM IST

  • 80 લોકોનો જીવ બચાનાર કુલદીપ સિંહ બંને આંખો ગુમાવી દેતા પુત્રનું મોઢું ન જોઈ શક્યા
નવી દિલ્હીઃ12 વર્ષ પહેલા દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં આજે ચુકાદો આવ્યો. પટિયાલા હાઉસ કોર્ટે ત્રણમાંથી બે આરોપીને દોષમુક્ત જાહેરકર્યા છે. જ્યારે એકને 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં બ્લાસ્ટમાં 62 લોકોનાં મોત અને 210 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના બે ચહેરા સામે આવ્યા છે. એક એ બહાદુર બસ ડ્રાઈવર, જેણે પોતાની બંને આંખો ગુમાવી દીધી પરંતુ 80 લોકોની જિંદગી બચાવી લીધી. બીજો એક દુકાનનો માલિક. જેણે પોતાનો જીવ આપીને અનેક લોકોના જીવ બચાવ્યા. divyabhaskar.com આ લોકોની કહાણી તમને જણાવવા જઇ રહ્યું છે. વાંચો કુલદીપ સિંહ અને લાલચંદ સલૂજાની કહાણી...

તારીખઃ29 ઓક્ટોમ્બર, 2005
જગ્યાઃગોવિંદપુરી નવી દિલ્હી
નામઃકુલદીપ સિંહ (બસ ડ્રાઈવર)
 
"સાંજે આશરે 5.50 વાગ્યે ગોવિંદપુરી વિસ્તારમાં બસ લઈને જતો હતો. બસમાં 80 મુસાફરો હતા. અચાનક એક મુસાફર ડ્રાઈવર સીટ પાસે આવ્યો. તેણે કહ્યું, બસમાં એક બેગ છે. તેમાંથી ટીક-ટીક અવાજ આવી રહ્યો છે. મેં બસ રોકી દીધી. વિચાર્યું કદાચ બોમ્બ હોઈ શકે. કારણ કે એ દિવસોમાં માહોલ પણ એવો જ હતો. એ વખતે એક નર્સિંગ હોમ બહાર લાગેલી ઘડિયાળ નજરે પડી. સમય 5.56નો હતો. એક પળ માટે તો કંઈ વિચારી ન શક્યો. પછી વિચાર્યું કે મારા મુસાફરોનો જીવ બચાવવો એજ મારું કર્તવ્ય છે. તાત્કાલિક નિર્ણય કર્યો. પછી ડ્રાઈવર સીટ પર બેઠો.
 
કોઈ એવો વિસ્તાર શોધવો જોઈએ જે ખાલી હોય. સદભાગ્યે એક ખાલી પ્લોટ નજરે પડી ગયો. ત્યાં પહોંચતા જ બધા મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. અમુક લોકોને ખબર ન પડી કે હું શું કરી રહ્યો છું. અમુક લોકોએ વિરોધ પણ કર્યો. પરંતુ હું ન્હોતો ઈચ્છતો કે એ લોકોમાં ડર ફેલાય. લોકો નીચે ઉતરી ગયા બાદ મેં બસને એક ખૂણામાં રોકી દીધી અને બેગ પાસે ગયો. બેગમાં ટાઈમર સાથે જોડાયેલા અલગ અલગ રંગના તાર દેખાયા. મેં બેગ ઉઠાવી અને તેને લઈને દૂર ચાલ્યો ગયો. બસ નીચે ઉતરતી વખતે એક ઉમરલાયક મહિલાએ મને કહ્યું કે બેટા મોત થી ડર નથી લાગતો? મેં તેમને સલામત સ્થળે ખસી જવાનું કહેતા કહ્યું કે મને તમારી પણ ચિંતા છે.
 
મેં એક વૃક્ષ નીચે બેગ રાખી દીધી. બેગને ઉલટી કરવા ગયો કે બ્લાસ્ટ થઈ ગયો....ભાનમાં આવ્યો ત્યારે હું એક હોસ્પિટલમાં હતો. ડોક્ટરે ઘરનો ફોન નંબર માંગ્યો. ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન માલિકનો નંબર આપી દીધો. એ વખતે પત્ની આઠ મહિનાથી પ્રેગનેન્ટ હતી. ડોક્ટરોને હાથ જોડીને કહ્યું કે, સાહેબ પત્નીને ફક્ત એટલું જ કહેજો કે, હાથમાં ઈજા પહોંચી છે.
 
જે આંખોને કારણે 80 લોકોનો જીવ બચાવ્યો હતો એ આંખો આજે ગુમાવી ચુક્યો છું. અડધું શરીર પણ નકામું થઈ ગયું છે. ફક્ત એટલો મલાલ રહેશે કે મારા દીકરાનું મોઢું ન જોઈ શક્યો. જોકે, આ મલાલ પર એ વાત વધારે ખુશી આપી જાય છે કે મારા કારણે 80 લોકોની જિંદગી બચી ગઈ હતી.
 
તમામ તસવીરોઃ ભૂપિન્દર સિંહ
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2005 Delhi Serial Blasts Case, Patiala High Court to pronounced its verdict
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended