Home »National News »Latest News »National» 2005 Delhi Blast Case Verdict On February 16

2005 દિલ્હી બ્લાસ્ટઃ મુખ્ય આરોપી ડારને 10 વર્ષની સજા, બે આરોપી દોષમુક્ત

Agency, New Delhi | Feb 16, 2017, 17:01 PM IST

  • બ્લાસ્ટના આરોપીઓને ફાંસી સુધીની સજા થઈ શકે છે.
નવી દિલ્હી. 12 વર્ષ પહેલા દેશની રાજધાની દિલ્હીને ધ્રૂજાવી દેનારા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ આજે ચુકાદો સંભાળ્યો. કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવતા બ્લાસ્ટ્સના માસ્ટર માઈન્ડ ગણાતા તારિક અહેમદ ડારને 10 વર્ષની સજા ફટકારી છે. જોકે, ડાર પહેલા જ 11 વર્ષની સજા કાપી ચૂક્યા છે તેના કારણે કોર્ટે તેની સજાને પૂરી માની લીધી છે. જ્યારે અન્ય બે આરોપી મોહમ્મદ રફીક શાહ અને મોહમ્મદ હુસૈન ફાજિલને તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા છે. 2005માં દિવાળીના એક દિવસ પહેલા થયેલા આ બ્લાસ્ટમાં 60 લોકોના મોત થયા હતા અને 100 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 
 
લશ્કરના આતંકીઓ પર આરોપ
 
- બ્લાસ્ટ્સના મુખ્ય આરોપીઓમાં તારિક અહમદ ડાર, મોહમ્મદ હુસૈન ફાજિલ અને મોહમ્મદ રફીક શાહ પર સાથે મળી ષડયંત્ર રચવાનો આરોપ હતો.
- માનવામાં આવી રહ્યું હતું કે આ બ્લાસ્ટ્સનો માસ્ટર માઈન્ડ તારિક અહમદ ડાર છે જે લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ છે.
 
કોર્ટે 2008માં નક્કી કર્યા હતા આરોપ
 
- કોર્ટે 2008માં મામલાના આરોપી માસ્ટર માઈન્ડ ડાર અને બે અન્ય આરોપીઓ સામે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, ષડયંત્ર રચવાની, હથિયાર એકત્ર કરવાની, હત્યા અને હત્યાનો પ્રયાસના આરોપ નક્કી કર્યા હતા. દિલ્હી પોલીસે ડારની સામે આરોપ-પત્ર દાખલ કર્યો હતો.
- આ ચાર્જશીટમાં તેની કોલ ડિટેલ્સનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો જેનાથી કથિત રીતે એ વાત સામે આવી હતી કે લશ્કર-એ-તૈયબાના પોતાના આકાઓ સાથે કનેક્શનમાં હતો.
- આ મામલામાં પોલીસે ઓક્ટોબર 2005માં બ્લાસ્ટને લઈને ત્રણ અલગ-અલગ એફઆઈઆર દાખલ કરી હતી.
 
આવી રીતે ધ્રૂજી હતી દેશની રાજધાની
 
- દિવાળીના ઉત્સવમાં ડૂબેલી દિલ્હી અચાનક થયેલા આતંકી હુમલામાં ધ્રૂજી ગઈ હતી.
- પહેલો બ્લાસ્ટ સાંજે 5.38 વાગ્યે પહાડગંજમાં થયો જેમાં 10 લોકોના મોત થયા હતા.
- બીજો બ્લાસ્ટ સાંજે 6.00 વાગ્યે ગોવિંદપુરીમાં થયો જેમાં 4 લોકો ઘાયલ થયા.
- જ્યારે ત્રીજો બ્લાસ્ટ સરોજની નગરમાં સાંજે 6.05 વાગ્યે થયો જેમાં સૌથી વધુ 50 લોકોના મોત થયા હતા.
 
12 વર્ષ બાદ ચુકાદો, ડારને 10 વર્ષની સજા
 
- બ્લાસ્ટ કેસને પહેલા જ 10 વર્ષથી વધુનો સમય પસાર થઈ ગયો છે.
- પહેલા આ ચુકાદો 13 ફેબ્રુઆરીના રોજ આવવાનો હતો પરંતુ હવે તેને ગુરુવાર સંભળાવવામાં આવ્યો.
- પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત એડિશનલ સેશન્સ જજ રિતેશ સિંહ ગુરુવારે પોતાનો ચુકાદો સંભાળાવ્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે, હાલમાં તમામ પક્ષોની દલિલો સાંભળ્યા બાદ તેઓએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2005 Delhi blast case verdict on February 16
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext