Home »National News »Latest News »National» 2 Soldiers Died In Terrorist Encounter In Arunachal Pradesh

અરૂણાચલપ્રદેશમાં આતંકી હુમલામાં આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ

divyabhaskar.com | Jan 22, 2017, 16:18 PM IST

  • હુમલા પછી મોરચો સંભાળી રહેલા આસામ રાઇફલ્સના જવાન.
ગુવાહાટી: અહીંના સ્થાનિક આતંકવાદી જૂથના એન્કાઉન્ટરમાં આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થઇ ગયા. આ એન્કાઉન્ટર રવિવારે બપોરે આસામ-અરુણાચલ બોર્ડર પર થયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નેશનલ કાઉન્સીલ ઑફ નાગાલેન્ડના ખાપલાંગ જૂથે જવાનો પર હુમલો કર્યો હતો. પરેશ બરુઆ ગ્રુપે પણ આ હુમલામાં આતંકવાદીઓની મદદ કરી હોવાની આશંકા છે. 
 
સુરક્ષાદળોએ વિસ્તારને ઘેર્યો
 
- ઘટના પછી સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો. રિપોર્ટ્સ પ્રમાણે, એન્કાઉન્ટર જાગુન અને જયરામપુરની વચ્ચે થયું. આ વિસ્તાર આસામ-અરુણાચલપ્રદેશની સરહદ ઉપર છે. આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થયા અને ત્રણ ઘાયલ થયા છે.
- આ તમામ જવાનો આસામ રાઇફલ્સની રોડ ઓપનિંગ પાર્ટીમાં સામેલ હતા.
 
તાજેતરના મહિનાઓમાં ચોથો હુમલો
 
- છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉત્તર-પૂર્વના આતંકવાદી જૂથો દ્વારા સુરક્ષાદળો પર આ ચોથો હુમલો છે. ગયા વર્ષે NSCN ખાપલાંગ જૂથે આસામ રાઇફલ્સના જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં એક જેસીઓ સહિત ચાર જવાનો શહીદ થયા હતા.
- આ પહેલા 19 નવેમ્બરે NSCN અને ઉલ્ફાએ આસામમાં જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. ત્યારબાદ 26 નવેમ્બરે એક હુમલો થયો હતો. જેમાં પાંચ જવાનો ઘાયલ થયા હતા.
 
મ્યાનમારમાં છે થાણું
 
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઉત્તર-પૂર્વના ઉગ્રવાદી જૂથોએ પડોશી દેશ મ્યાનમારમાં બેઝ બનાવીને રાખ્યો છે.
- આ સંગઠનોએ પરસ્પર સમજૂતી કરી લીધી છે અને હવે તે લોકો સાથે મળીને ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરી રહ્યા છે.
- સુરક્ષાદળોએ રવિવારે થયેલા હુમલા બાબતે તાત્કાલિક કોઇ જવાબ આપ્યો નથી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 soldiers died in terrorist encounter in Arunachal Pradesh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext