Home »National News »Latest News »National» 2 Percentage Women Are First To Election During 55 Years

લખનઉ: 55 વર્ષથી દરેક ચૂંટણીમાં મહિલાઓ જીતવામાં પુરુષો કરતાં 2% આગળ રહી છે

Bhaskar News, Lucknow | Feb 16, 2017, 02:49 AM IST

લખનઉ:ચૂંટણીથી પહેલા વિધાનસભાથી માંડીને સંસદ સુધી તમામ રાજકીય પક્ષો મહિલાઓને 33% અનામત આપવાની વાત કરે છે, પરંતુ ચૂંટણીમાં તેઓ પોતે મહિલાઓને 10% ટિકિટ આપવાનું પણ ભુલી જાય છે. આ વખતે પણ ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પક્ષોએ મહિલાઓને ટિકિટ આપવામાં કંજુસી દેખાડી છે. માત્ર બે પક્ષોએ જ 10% મહિલાને ટિકિટ આપી છે. જોકે, રાજ્યમાં છેલ્લી 14 ચૂંટણી અને 55 વર્ષમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ ચૂંટણી જીતવામાં પુરુષો કરતાં આગળ રહી છે.
 
મહિલાઓની જીતવાની સરેરાશ 11.25% રહી છે, જ્યારે પુરુષોની 9.50% છે. છેલ્લી 14 ચૂંટણીમાં કુલ 2457 મહિલા ચૂંટણી લડી ચૂકી છે, જેમાંથી અત્યારસુધી 276 મહિલા જ વિધાનસભામાં પહોંચી છે. એટલે કે દરેક ચૂંટણીમાં મહિલાઓની જીતવાની સરેરાશ 20 રહી છે. જ્યારે તેમના ચૂંટણી લડવાની સરેરાશ સંખ્યા 204 રહી છે. 14 વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 4906 પુરુષ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અત્યાર સુધી કુલ 58,881 પુરુષ ઉમેદવાર ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના જીતવાની સરેરાશ 400 છે.
 
61 વર્ષમાં ક્યારેય 35થી વધુ મહિલા જીતી નથી

ઉ.પ્ર.માં છેલ્લા 61 વર્ષમાં ક્યારેય પણ મહિલા ધારાસભ્યોની સંખ્યા 35થી વધુ રહી નથી. આ આંકડો 2012માં પહોંચ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 583 મહિલાએ ચૂંટણી લડી હતી. સૌથી ઓછી 6 મહિલા 1967ની ચૂંટણીમાં વિધાનસભામાં પહોંચી હતી. જોકે, એ ચૂંટણીમાં માત્ર 67 મહિલા ઉમેદવારે જ ચૂંટણી લડી હતી.
 
50 વર્ષમાં મહિલાની સંખ્યા 10 ગણી વધી

ઉ.પ્ર.માં 50 વર્ષમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 10 ગણી વધી છે. 1962માં 61 મહિલાએ જ ચૂંટણી લડી હતી, જ્યારે 2012માં 583 મહિલા ઉમેદવાર મેદાનમાં હતા. 2017માં ચારેય મુખ્ય પક્ષોએ કુલ 97 મહિલાને ટિકિટ આપી.
 
પુરુષ ઉમેદવાર ચાર ગણા વધી ગયા

રાજ્યમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા 50 વર્ષમાં માત્ર ચાર ગણી વધી છે. 1962માં 2559 ઉમેદવાર હતા. જ્યારે 1993માં 9467 પુરુષ ઉમેદવાર મેદાનમાં હતા. છેલ્લી ચૂંટણીમાં 6552 પુરુષ ઉમેદવાર હતા, જેમાંથી 368 જીત્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 percentage women are first to election during 55 years
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext