Home »National News »Latest News »National» 2 People Died In Jammu-Kashmir Due To Snowfall Rain And Storm

જમ્મુ-કાશ્મીર: બરફવર્ષા-વરસાદ-આંધીથી 2 લોકોનું મોત, એવલાંચની વોર્નિંગ

divyabhaskar.com | Feb 06, 2017, 10:12 AM IST

  • આંધી અને બરફવર્ષાને કારણે શ્રીનગરના ડાલ લેકમાં ઘણા શિકારાઓ તૂટી ગયા.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં તાજી બરફવર્ષા-વરસાદ અને આંધીના કારણે એક બાળક સહિત બે લોકો મૃત્યુ પામ્યા છે. ડોડા રામબાણમાં 180 મકાનો ધસી પડવાના સમાચાર છે. લેંડસ્લાઇડના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે સતત ચાર દિવસોથી બંધ છે. હાઇવે પર અનેક ગાડીઓ ફસાયેલી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં લેન્ડસ્લાઇડની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.
 
વીજળી-પાણીનો સપ્લાય બંધ
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં હવામાનમાં થયેલા ફેરફારને કારણે કેટલીય જગ્યાઓ પર વીજળી-પાણીનો સપ્લાય બંધ થઇ ગયો અને કોમ્યુનિકેશન ઠપ્પ થઇ ગયું છે.
- આંધીના કારણે ડોડા રામબાણમાં 180 મકાનો ધસી પડ્યા છે.
- કિશ્તવાડ જિલ્લાના દેવીગોલે ગામમાં આંધીના કારણે એક મકાન પર ઝાડ પડ્યું, જેના કારણે 11 વર્ષના એક બાળકનું મોત થઇ ગયું. પરિવારના 5 સભ્યો પણ ઘાયલ થયા છે.
- માહોરમાં પણ એક વ્યક્તિના મોતના સમાચાર છે.
- ઘાટીમાં સીઝનની ત્રીજી ભારે બરફવર્ષા થઇ છે. વીતેલા 24 કલાકોમાં ગુલમર્ગમાં 1.5 ફૂટ, અફવરટમાં 2.5 ફૂટ, સોનમર્ગમાં 2 ફૂટ અને મહાગુંસ ટૉપમાં 3 ફૂટ બરફ પડ્યો છે.
- જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે રાજ્યને દેશના બાકી હિસ્સા સાથે જોડે છે.
- આ હાઇવે સતત ચાર દિવસ સુધી બંધ રહેવાને કારણે કેટલીય જગ્યાઓએ અનેક વાહનો ફસાઇ ગયા છે.
 
ગુલમર્ગમાં -3.2 ડિગ્રી તાપમાન
 
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુલમર્ગમાં શનિવારથી રવિવારની વચ્ચે 1 ફૂટ બરફ પડ્યો છે.
- ગુલમર્ગમાં રવિવારે ઘાટીનું સૌથી ઓછું તાપમાન -3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
- કુપવાડામાં 8 ઇંચ બરફવર્ષા અને 6 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે. અહીંયા તાપમાન -0.7 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
- પહેલગામમાં તાપમાન 0.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. 4.8 સેન્ટિમીટર વરસાદ સાથે બરફવર્ષા નોંધવામાં આવી છે.
- કાજીગુંડ 8.2 સેમી અને કોકડનાગમાં 4.1 સેમી વરસાદ સાથે બરફવર્ષા નોંધવામાં આવી છે. અહીંયા તાપમાન -3.3 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
 
એવલાંચની વોર્નિંગ
 
- તાજી બરફવર્ષાને જોતા ચંદીગઢ સ્થિત સ્નો એન્ડ એવલાંચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટે (SASE) જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશના કેટલાક વિસ્તારોમાં એવલાંચની વોર્નિંગ જાહેર કરી છે.
- આ વોર્નિંગ સોમવાર સાંજે 5 વાગ્યા સુધીના સમય માટે જાહેર કરવામાં આવી છે.
 
#હિમાચલપ્રદેશ
 
- હિમાચલપ્રદેશના ટ્રાઇબલ અને ઊંચાઇવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા અને નીચલા પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.
- હવામાનમાં થયેલા ફેરફારને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી હવાઓ શરૂ થઇ ગઇ છે.
 
#દિલ્હી
 
- દિલ્હીમાં રવિવારે હળવો વરસાદ પડ્યો.
- અહીંયા ન્યૂનતમ તાપમાન 15.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23.3 ડિગ્રી નોંધવામાં આવ્યું.
 
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં એવલાંચને કારણે 100 થી વધુ લોકોનું મોત
 
- અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષાથી થયેલા એવલાંચને કારણે 100 થી વધુ લોકોનું મોત થયું છે. આમાંથી 50 લોકો એક જ ગામના છે.
- મરનારા લોકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
- પાકિસ્તાનમાં પણ એવલાંચને કારણે 15 લોકો મૃત્યુ પામ્યા છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 people died in jammu-kashmir due to snowfall rain and storm
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext