Home »National News »Latest News »National» 2 Killed And 70 People Injured After 30 Cars Collide On Jaipur To Agra Highway

જયપુરમાં ગાઢ ધુમ્મસને કારણે 45થી વધુ વાહન ટકરાયા, બેનાં મોત, 70 ઘવાયા

Agency, | Jan 30, 2017, 02:32 AM IST

બસ્સી (જયપુર): રાજસ્થાનના જયપુરમાં આગરા હાઇવે પર કાનોતા પુલ પાસે રવિવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે 45થી વધુ વાહન ટકરાતા બે લોકો માર્યા ગયા છે અને આશરે 70થી વધુ લોકો ઘવાયા છે, જે પૈકી 3ની હાલત ગંભીર છે. ઇજાપામેલાઓની સારવાર ચાલુ છે. રવિવારે સવારે 7-30 વાગ્યાના સુમારે આગરા હાઇવે પર દૌસાથી જયપુર જતી વખતે કાનોતા પુલ પહેલા એક લાકડીથી ભરેલા પિકઅપે ઓચિંતા બ્રેક મારતા તેમાં ભરેલી લાકડીઓ રોડ પર વિખેરાઇ ગઇ હતી. દરમિયાનમાં પાછળથી આવી રહેલા ડમ્પરે પણ બ્રેક મારી હતી. તેની પાછળ આવી રહેલું એક વાહન ડમ્પરમાં ઘુસી ગયું હતું. ત્યાર પછી આશરે 45 વાહન એક પછી એક ટકરાતા ગયા.
 
15 મિનિટમાં હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી

15 મિનિટમાં હાઇવે પર બંને બાજુએ વાહનોની લાંબી લાઇન લાગી ગઇ. દુર્ઘટના વખતે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ગાઢ ધુમ્મસને કારણે હાઇવે પર વિઝિબિલિટી લગભગ શૂન્ય હતી. આવી સ્થિતિમાં પાછળ આવી રહેલા વાહનોને આભાસ જ ન થઇ શક્યો કે આગળ શું થઇ રહ્યું છે. દુર્ઘટના બાદ પહોંચેલા ગ્રામીણો અને પોલીસે ઘવાયેલાઓને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. દુર્ઘટનામાં દૌસાના સોહેલખાન અને મુલચંદ કોલીનાં મૃત્યુ થયા હતાં, ઘવાયેલા 70ને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેટલાક ઘવાયેલાઓને તેમના પરિવારવાળાઓ રિપોર્ટ નોંધાવ્યા વગર જ ઘરે લઇ ગયા છે. 
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2 killed and 70 People injured after 30 cars collide on Jaipur to Agra highway
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended