Home »National News »Latest News »National» 2 Dead And 129 Injured In Jallikattu In Tamil Nadu

જલિકટ્ટુ: મંજૂરી પછી આખલા સાથે પ્રથમ પ્રદર્શનમાં જ બેનાં મોત, 86 ઘવાયા

Agency, Chennai | Jan 23, 2017, 10:15 AM IST

  • જલિકટ્ટુ: મંજૂરી પછી આખલા સાથે પ્રથમ પ્રદર્શનમાં જ બેનાં મોત, 86 ઘવાયા,  national news in gujarati
ચેન્નઇ/ મદુરાઇ: તમિળનાડુમાં છ દિવસના આંદોલન પછી રવિવારે રાજ્યમાં ઘણા સ્થળોએ જલિકટ્ટુના આયોજન દરમિયાન આખલાઓને કાબૂમાં કરવાની કોશિશમાં બે લોકોનાં મોત થયા છે. સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછા 86 લોકો ઘવાયાના અહેવાલો છે. બીજીબાજુ, રાજ્ય સરકારના વટહુકમથી જનતાનો રોષ ઓછો થયો નથી. કાયમી ઉકેલની માગણી કરીને ઘણા સ્થળોએ લોકોએ જલિકટ્ટુનું આયોજન થવા ન દીધું. દેખાવો દરમિયાન એક દેખાવકારનું પણ મોત થયું છે. મદુરાઇના અલંગાનલ્લુરમાં તો મુખ્યપ્રધાન ઓ પન્નીરસેલ્વમ પણ જલિકટ્ટુનું ઉદઘાટન ન કરી શક્યા. દેખાવકારોએ તેમને કાર્યક્રમના સ્થળ સુધી જવા જ ન દીધા.
 
રવિવાર ચેન્નઇના મરીના બીચ સહિત સમગ્ર દેશમાં ઘણા સ્થળોએ વિદ્યાર્થીઓના દેખાવો ચાલુ રહ્યા હતા. અલંગાનલ્લુરમાં દેખાવકારોએ આખલાઓનો દોડવાનો રસ્તો જ અટકાવી દીધો હતો. જ્યારે નાથમ કોવિલપટ્ટી ગામના તમુક્કમમાં પણ ખેલ ન થઇ શક્યો.  મુખ્યપ્રધાને જણાવ્યું કે તમિળનાડુની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ રમત કોઇ પણ અવરોધ વગર ચાલુ રહેશે. સોમવારથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્રમાં આ બાબતે કાયદો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે અલંગાનલ્લુરમાં લોકો નક્કી કરશે ત્યારે જલિકટ્ટુનું આયોજન થશે. પશ્ચિમ તમિળનાડુના ઘણા સ્થળોએ દેખાવકારોએ રેકલા રેસ (બેલગાડી રેસ)નો પણ વિરોધ કર્યો હતો.
 
વટહુકમ બચાવવા તમિળનાડુએ સુપ્રીમકોર્ટમાં કેવિએટ દાખલ કરી

નવી દિલ્હી. જલિકટ્ટુ પર જારી કરાયેલા વટહુકમ સામે અરજીની આશંકાએ તમિળનાડુ સરકારે સુપ્રીમકોર્ટમાં કેવિએટ દાખલ કરી છે અને જણાવ્યું છે કે વટહુકમ સામે અરજી દાખલ થવાની સ્થિતિમાં રાજ્યની રજૂઆત સાંભળવામાં આવે. તમિળનાડુ સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ યોગેશ કન્નાએ આની પુષ્ટિ કરી છે. ગયા શુક્રવારે સુપ્રીમકોર્ટે જલિકટ્ટુ પર ચુકાદો અનામત રાખ્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 Dead and 129 Injured in Jallikattu in Tamil Nadu
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext