Home »National News »Latest News »National» 168 Disgraced Candidates For Uttar Pradesh Election

ગત ચૂંટણીમાં 47 ટકા આરોપીઓ ચૂંટાયા, આ વખતે 3 તબક્કામાં 168 કલંકિત નેતા મેદાનમાં

Monika Saxena, Lucknow | Feb 05, 2017, 01:53 AM IST

  • ગત ચૂંટણીમાં 47 ટકા આરોપીઓ ચૂંટાયા, આ વખતે 3 તબક્કામાં 168 કલંકિત નેતા મેદાનમાં,  national news in gujarati
દરેક ચૂંટણીમાં ઉપ્રની રાજકીય પાર્ટીઓનો ગુનાખોરી બંધ કરવાનો મુદ્દો હોય છે પરંતુ એક વખત ફરીથી યુપીના રાજકારણમાં આરોપીઓ હાવી થતા જોવા મળે છે. ઉપ્રની વિધાનસભાના 47 ટકા ધારાસભ્યો પર ગુનાખોરીના કેસ ચાલે છે. વિધાનસભા ચૂંટણી 2017 પહેલા 3 ચરણમાં દાખલ થયેલા ઉમેદવારોમાં 20 ટકા એટલે કે 168 ઉમેદવારો કલંકિત છે. લખનઉથી મોનિકા સક્સેનાનો રિપોર્ટ
 
શાહનવાઝ રાણા : પોલિટિકલ કરિયર સાથે ગુનાખોરી વધતી ગઇ પરંતુ સંપત્તિ અડધી થઇ ગઇ

રાણા ગ્રુપના માલિક શાહનવાઝ રાણા મુઝફ્ફરનગરના ખતૌલીથી રાલોદથી ચૂંટણી લડી રહ્યા છે. ગત 16 વર્ષથી રાણા રેપના કેસમાં ફસાયેલો છે.  ગુના છતાં માયાવતીએ તેને ટિકિટ આપી છે.  2007માં બિઝનૌરથી બસપાની સીટ પર જીત્યા હતા. 2017માં રાલોદે તક આપી છે. ગત મહિને રાણાનો એક ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. તેની ક્લિપમાં તેણે 12 વર્ષની ઉંમરે પહેલું મર્ડર કર્યુ હોવાનો દાવો કર્યો છે. મુઝફ્ફરનગરમાં રાણા ગ્રુપની દાદાગીરી ચાલે છે.
 
શાહનવાઝ રાણા સૌથી પહેલાં 2004ની લોકસભા ચૂંટણીમાં લડ્યા અને પછી તેના એફિડેવિટમાં રેપ સહિતના કુલ 5 કેસ હતા. 2007 વિધાનસભા ચૂંટણીમાં 7. 2014ની લોકસભામાં 11 અને 2017માં આ આંકડો 13 સુધી પહોંચ્યો છે. સોગંદનામામાં રાણા વિરુદ્ધ ઘૂસણખોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ અને ચૂંટણીમાં ગેરરીતિ જેવા આરોપ નોંધાયેલા છે. તેના ગુનાની યાદી વધી પરંતુ તેની મિલકત અડધી થઇ છે.  2014 લોકસભા ચૂંટણીમાં 14.55 કરોડની મિલકત હતી. 2017માં તેણે 7.12 કરોડ બતાવ્યા હતા.
 
યુપી ઇલેક્શન 2017
 
- 168 ઉમેદવારોનો ગુનાઇત રેકોર્ડ
- 143 પર ગંભીર ગુનાના આરોપ છે
 
2012માં હકીકત શું હતી
 
- 185 (46 %) એમએલએ ગુનાઇત રેકોર્ડવાળા
- 88 (22 %) એમએલએ ગંભીર ગુનાના આરોપી
 
રેપના આરોપી (2017)
ધારાસભ્ય    પાર્ટી    સીટ

અવધપાલ યાદવ    બસપા    અલીગંજ
શાહનવાઝ રાણા    રાલોદ    ખતૌલી
મો. અલીમ ખાન    બસપા    બુલંદશહેર
અવનીશકુમાર    ઇન્ડિપેન્ડેન્ટ    શિકોહાબાદ
 
આમના વિરુદ્ધ વધારે ક્રિમિનલ કેસ

- અવધપાલસિંહ યાદવ (બસપા)અલીગંજથી    36
- મનોજ પાઠક (બસપા) છાતા સીટથી    22
- રામ કિશોર (મહાન દળ) અલીગંજથી    21
- અતુલ (સપા), સરઘાના સીટથી    20
- અજીમ ભાઇ (સપા), ફિરોઝાબાદ સીટથી    14
 
ઉપ્રમાં 47% ધારાસભ્યો કલંકિત, 88 પર હત્યા, બળાત્કારનો આરોપ

યુપીમાં 88 નેતાઓ વિરુદ્ધ હત્યા, બળાત્કાર અને તોફાનો કરાવવા જેવા ગંભીર આરોપો છે. આ 88 નેતાઓમાંથી ટોપ 10માં 8 સપાના ધારાસભ્યો છે. આ આંકડા ઇલેક્શન વોચના વર્ષ 2012ના વિધાનસભા ચૂંટણીમાં જીતનારા નેતાઓની યાદીમાં આપવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 168 Disgraced Candidates for Uttar Pradesh Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended