Home »National News »Latest News »National» 124 Wives Of Candidates Of 3 Party Are Billionaires

પંજાબ: 3 પક્ષના ઉમેદવારોમાંથી 124ની પત્ની કરોડપતિ, 39 પતિ કરતાં પણ શ્રીમંત

Randip Vashisht/Dinesh Bhardwaj/Gaurav Pandey, Jalandhar | Jan 30, 2017, 23:47 PM IST

  • પંજાબ: 3 પક્ષના ઉમેદવારોમાંથી 124ની પત્ની કરોડપતિ, 39 પતિ કરતાં પણ શ્રીમંત,  national news in gujarati
જાલંધર: વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષના ગઠબંધનના કુલ ઉમેદવારમાંથી 39ની પત્ની તેમનાં કરતાં પણ શ્રીમંત છે. સોનું રાખવાની બાબતે કોંગ્રેસ ઉમેદવારોની પત્નીઓ, જ્યારે સંપત્તિની બાબતે અકાલી દળના ઉમેદવારોની પત્નીઓ આગળ છે. કોંગ્રેસ, અકાલી દળ-ભાજપ, આપ-એલઆઈપીનાં ઉમેદવારોની પત્નીઓ પાસે કુલ 1.23 ક્વિન્ટલ સોનું છે, જ્યારેકુલ સંપત્તિ 535 કરોડ છે. જેમાંથી 124 ઉમેદવારોની પત્નીઓ કરોડપતિ છે. 39 પત્ની એવી પણ છે, જેમની સંપત્તિ પતિ કરતાં પણ વધુ છે.
 
શિઅદ : પત્નીઓ પાસે 35 કિલો સોનું, અડધું સોનું અેકલાં હરસમિરત પાસે છે

શિઅદના ઉમેદવારોની પત્નીઓ પાસે 35 કિલો સોનું છે. 40ની પત્નીઓ કરોડપતિ છે અને તેમાંથી 13ની સપત્તિ પતિ કરતાં વધારે છે. હરસિમરત કૌર બાદલે જ્વેલરીની કિંમત રૂ. 6.02 કરોડ બતાવી છે. જો તેને એક કિલો સોનાના રૂ.29 લાખના ભાવ સાથે ભાગી દેવામાં આવે તો 20.75 કિલો સોનું થાય.
 
આપ-એલઈપી :  7 પત્નીઓ પતિ કરતાં શ્રીમંત, 28 કરોડપતિ

આપ-એલઆઈપી ઉમેદવારોની પત્નીઓ પાસે 28.935 કિલો સોનું છે. સૌથી વધુ 1.11 કિલો સોનું અમૃતસર સેન્ટ્રલનાં ઉમેદવાર બનેલા ડો. અજય ગુપ્તાનાં પત્ની પાસે છે. આ પક્ષોમાં 28ની પત્ની કરોડપિત છે અને તેમાંથી 7ની સંપત્તિ પતિ કરતાં વધારે છે.
 
ભાજપ  : જ્યાણીની પત્ની પાસે 1.5-1.5 કિલો સોનું અને ચાંદી  

ભાજપના ઉમેદવારોની પત્નીઓ પાસે 7.39 કિલો સોનું છે. સૌથી વધારે 1.5 કિલો સોનું અને 1.5 કિલો ચાંદી સુરજીત જ્યાણીની પત્ની પાસે છે. 9ની પત્ની કરોડપતિ છે. રાકેશ ગિલ અને કે.ડી. ભંડારીની પત્નીઓની સંપત્તિ તેમનાં પતિ કરતાં વધુ છે.
 
કોંગ્રેસ  : ઢિલ્લોંની પત્ની પાસે સૌથી વધુ 5.5 કિલો સોનું  

પક્ષનાં ઉમેદવારોની પત્નીઓ પાસે 51.5 કિલો સોનું કે ઘરેણા છે. સૌથી વધુ 4.557 કિલો સોનું બરનાલાના ઉમેદવાર કેવલ સિંહ ઢિલ્લોંની પત્ની પાસે છે. રૂ.3.82 લાખનાં હીરા છે. 47ની પત્નીઓ કરોડપતિ છે. જેમાંથી 17ની સંપત્તિ પતિઓ કરતાં વધુ છે. 6 ઉમેદવાર એવા પણ છે, જેમની પત્નીઓ પાસે સંપત્તિ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 124 wives of Candidates of 3 party are Billionaires
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended