Home »National News »Latest News »National» J&K: Three Videos Of Terrorists Surface

J&K: આતંકવાદીઓના ત્રણ વીડિયો આવ્યા બહાર, PoKમાં 12 લોન્ચપેડ સક્રિય

divyabhaskar.com | Jan 11, 2017, 18:19 PM IST

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રણ નવા વીડિયો બહાર આવ્યા છે. આ વીડિયો જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયાનો હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ, પાકિસ્તાનમાં આતંકવાદીઓના 12 લોન્ચપેડ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. અહીંથી આતંકવાદીઓ તક મળ્યે ભારતમાં ઘૂસવા માટે પ્રયાસ કરશે. 

હિઝબુલ અને લશ્કરના આતંકવાદીઓ

- મળતી માહિતી પ્રમાણે, એક વીડિયો પર 7/1 લખેલું છે. જેના આધારે આ વીડિયો સાતમી જાન્યુઆરીના શૂટ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 
- દક્ષિણ કાશ્મીરના પહાડી વિસ્તારમાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાનું સુરક્ષાબળોનું માનવું છે. 
- બે વીડિયોમાં આતંકવાદીઓ બરફથી ઢંકાયેલા પહાડોમાં ફરતા જણાય છે. જ્યારે ત્રીજા વીડિયોમાં એક પછી એક આતંકવાદી આવે છે અને પોતાની ઓળખ આપે છે. 
- આ જૂથ હિઝબુલ મુજાહિદ્દીન તથા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની સંયુક્ત ટૂકડી હોવાનું માનવામાં આવે છે. 
- કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે બંને જૂથો તાજેતરમાં એક થયા હતા. 
- વીડિયો પર 'કાશ્મીર ગ્રૂપ ઓફ ઈસ્લામાબાદ' લખેલું છે. જ્યારે વીડિયોમાંના આતંકવાદીઓને તેમના મિશન અંગે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ભારત સામે જેહાદની વાત કરતા જણાય છે. 

PoKમાં આતંકવાદીઓના 12 લોન્ચપેડ સક્રિય 

- ભારતીય ગુપ્તચર તંત્રના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના બાલકોટ, ગઢી હબિબુલ્લાહ, બતરાસી,મશર-એ-અક્શાહ, અબ્દુલ્લાહ બિન મસૂમ, દલઈ, ચેલા બંદી, કોટાલી, ડુંગી, ગુલપાર, બરાલી તથા મંદાકુલીમાં આતંકવાદીઓના લોન્ચ પેડ્સ સક્રિય છે. 
- ગુપ્તચર તંત્રના જણાવ્યા પ્રમાણે, બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદથી અત્યારસુધીમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના ત્રીસ જેટલા પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે. 
- છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ હાફિઝ સઈદ, સૈયદ સલાલુદ્દીન તથા અઝર મસૂદે સક્રિયતાથી ભારતમાં ઘૂસણખોરી કરવા આતંકવાદીઓને નિર્દેશ આપ્યા છે. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: J&K: three videos of terrorists surface
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended