Home »National News »Photo Feature» During Investigation Police Found That Mother Of Girl Is Mentally Ill

11 મહિનાની બાળકીને બચકા ભરે છે, માતા જ આપે છે ગરમ મીણના ડામ

divyabhaskar.com | Feb 17, 2017, 00:07 AM IST

  • દાદીની સાથે પીડિત બાળકી.
મેરઠઃ યુપીના મેરઠ જીલ્લામાં એક માતાએ મમતાને કલંકિત કરી હતી. અહીં પતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી પત્ની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. પતિએ ફરિયાદ કરી કે, પત્ની 11 મહિનાની પુત્રીને બચકા ભરે છે અને તેના શરીરે ગરમ મીણના ડામ આપે છે.
માતા જ પુત્રીને પીડા આપે છે....

- રાહુલ નામના યુવકના લગ્ન 2 વર્ષ પહેલા પૂનમ સાથે થયા હતા.
- પૂનમે એક પુત્રીને જન્મ આપ્યો હતો, જે હાલ 11 મહિનાની છે.
- રાહુલે જણાવ્યું છેલ્લા ઘણા સમયથી પૂનમનું વર્તન બદલાયું છે. તે જાતે જ પુત્રીને બચકા ભરે છે.
- પૂનમ પોતે જ પુત્રીને ગરમ મીણથી ડામ આપે છે અને બાળકીના રડવાની તેની પર કોઈ અસર થતી નથી.
- રાહુલે પૂનમ પર ઘણીવાર બાળકીને માર મારવાનો આરોપ પણ લગાવ્યો હતો. 
- રાહુલે કહ્યું, આ અંગે ઘણીવાર પત્નીને સમજાવી જોકે તેની હરકતો ઘટી રહી નથી.
- પોલીસે આ મામલે પૂનમને પૂછપરછ કરતા તે માનસિક રોગી હોવાનું સામે આવ્યું હતું. પૂનમને પોતે શું કરી રહી છે તેનું ભાન નથી હોતું.
- પોલીસે રાહુલને સલાહ આપી હતી કે, તે પત્નીની કોઈ મનોચિકિત્સક પાસે સારવાર કરાવે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: During Investigation Police Found That Mother Of Girl Is Mentally ill
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext