Home »National News »Photo Feature» Reserve Bank Of India Will Soon Put New Rs 100 Banknotes In Circulation

આવી હતી 100 રૂપિયાની પ્રથમ નોટ, તસવીરોમાં જુઓ કેટલા ફેરફાર થયા

divyabhaskar.com | Feb 07, 2017, 00:06 AM IST

  • પ્રથમ 100 રૂપિયાની નોટ પોસ્ટલ ઓર્ડર જેટલી મોટી છપાય હતી.
ઉદયપુરઃ આઝાદ ભારત બાદ પ્રથમ 100 રૂપિયાની નોટ પોસ્ટલ ઓર્ડર જેટલી મોટી છપાય હતી. તેની સાઈઝ વર્તમાન નોટથી ડબલ જેટલી જ હતી. શહેરના મહેશ જૈનએ આ જાણકારી આપી હતી. જૈન પાસે રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ નોટથી અત્યાર સુધીની તમામ 100 રૂપિયાની નોટ છે. રિઝર્વ બેંક હવે વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહીવાળી નવી 100 રૂપિયાની નોટો બહાર પાડશે.
 
અત્યારસુધીની 7 પ્રકારની નોટો બહાર પડાય...

- જૈન પાસે 1950થી અત્યારસુધી બહાર પાડવામાં આવેલી 7 પ્રકારની 100 રૂપિયાની નોટ છે. 
- જૈન પાસે સ્વતંત્ર ભારતના બીજા ભારતીય આરબીઆઈ ગવર્નર સર બેનેગલ રામા રાવથી લઈ પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની સહીવાળી નોટ છે.
- નોટોને જોઈ જાણી શકાય છે કે 1950 અને 1969 સુધી છપાયેલી 2 પ્રકારની 100 રૂપિયાની નોટોના ધારકને ગેરંટી કેન્દ્ર સરકાર આપતી હતી.
 
પ્રથમ નોટઃ આરબીઆઈ ગવર્નરે પ્રથમવાર 2 ઓક્ટોબર 1969માં છપાયેલા નોટના ધારકને ગેરંટી આપવાનું શરુ કર્યું હતું.
- આરબીઆઈએ પ્રથમ નોટ 9 જાન્યુઆરી 1950ના જાહેર કર્યું હતું. પોસ્ટકાર્ડથી મોટા આકારાની આ નોટની આગળ અશોક સ્તંભ અને પાછળ બે હાથીઓના ચિત્ર હતા. જે પૂર્ણ રીતે અંગ્રેજીમાં હતું.
 
બીજી નોટઃ મલ્ટી કલરની આ બીજી નોટ 26 ડિસેમ્બર 1959માં બહાર પાડવામાં આવી હતી. તેની ઉપર નીચે લાલ કલરના અક્ષરે લખાણ છે અને પાછળ હીરાકુંડ ડેમ અને હાઈડ્રો ઈલેક્ટ્રોનિક સ્ટેશનના ચિત્ર છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ 100 રૂપિયાની નોટોમાં આવેલા ફેરફારોને .......)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reserve Bank Of India will soon put New Rs 100 banknotes in circulation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended