Home »National News »Photo Feature» Bike Not Purchased By MLA Or Any Of His Family Members

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 10 કરોડની બાઈક, જાણો શું છે સત્ય

divyabhaskar.com | Feb 12, 2017, 09:46 AM IST

  • આ બાઈક હરિયાણાના એમએલએ વિશંભર વાલ્મીકિના પુત્રની હોવાનો દાવો કરાયો.
ચાંગ (ભિવાની) : હરિયાણામાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક બાઈકની તસવીર વાયરલ થઈ રહી છે. બાઈકની કિંમત 10 કરોડ હોવાનું સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર આ બાઈક હરિયાણાના એમએલએ વિશંભર વાલ્મીકિના પુત્રની હોવાનો દાવો કરાયો.
 
વાયરલ તસવીર પાછળની વાસ્તવિકતા જુદી...

- સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલી આ બાઈકને ભારતમાં પ્રથમ સૌથી મોંઘી બાઈક ગણાવી રહ્યાં છે.
- ફેસબુક અને વોટ્સએપ મેસેજીસ અનુસાર આ ભવાનીખેડાના ધારાસભ્યની બાઈક આરટીઓમાં રજીસ્ટ્રેશન માટે આવી હતી.
- આ મામલે તપાસ કરવામાં આવતા આ દાવો ખોટો સાબિત થયો હતો. લોકો મેસેજની સત્યતા ચકાસ્યા વગર જ તેને ફોરવર્ડ કરી રહ્યાં છે.
- અમુક તસવીરોમાં આ બાઈક પાછળ મહારાષ્ટ્રની નંબર પ્લેટ જોવા મળી રહી છે. હોન્ડાની ઓફિશિયલ સાઈટ પર આ બાઈકની કિંમત 33 લાખ જેટલી બતાવવામાં આવી હતી.
- આ મામલે ધારાસભ્ય વિશંભરે જણાવ્યું કે, આ વાયરલ મેસેજથી હું પોતે ચોંકી ગયો હતો. મારા પરિવારમાંથી કોઈએ પણ આ પ્રકારની બાઈલ લીધી નથી.
- વિશંભરે જણાવ્યું કે, મને તો એ જ નથી ખબર કે 10 કરોડની કોઈ બાઈક છે. આ મેસેજ કોઈ ટિખળખોરે મારી છબી બગાડવા વાયરલ કર્યો હશે. 
- હાલ વિશંભર પક્ષના પ્રચાર સંબંધિત કામ માટે યુપીમાં છે, ચૂંટણી પૂર્ણ થવા પર તેઓ મેસેજ વાયરલ કરનાર વિરુદ્ધ કેસ કરશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bike Not Purchased By MLA Or Any Of His Family Members
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended