Home »Mahakumbh 2013 »News» Anil Ambani And Kokilaben Ambani Visits Kumbh 2013 For Religious Bath

અનિલ અંબાણીએ માતા કોકિલાબેન સાથે કુંભમાં લગાવી શ્રદ્ધાની ડૂબકી

Agency, divyabhaskar.com | Feb 10, 2013, 17:35 PM IST

રિલાયન્સ અનિલ ધિરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ અલ્હાબાદમાં કુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અનિલ અંબાણીએ તેમની માતા કોકિલાબેન સાથે અહીં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. સંગમ ઘાટ ઉપર ગંગા, જમના અને અદ્રશ્ય એવી સરસ્વતિમાં ડૂબકી લગાવીને અનિલ અંબાણી તેમજ તેમના માતા કોકિલાબેને ધન્યતા અનુભવી હતી.

તેઓ એક વિશેષ પ્લેનમાં અહીં આવી પહોંચ્યા હતા અને સીધા સંગમ ઘાટ ઉપર સ્નાન કરવા પહોંચ્યા હતા. જો કે મૌની અમાવસ્યામાં કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પહોંચ્યા હોવાથી સુરક્ષા બંદોબસ્તને લીધે અનિલ અંબાણી કોઈપણ કેમ્પમાં હાજરી આપવા ગયા ન હતાં. પવિત્ર સ્નાન કરીને તેઓ સીધા જ રવાના થઈ ગયા હતાં.  

વધુ તસવીરો જોવા માટે આગળ સ્ક્રોલ કરો...

( Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Mahakumbh 2013 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anil Ambani and Kokilaben Ambani visits Kumbh 2013 for religious bath
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended