Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Rto Online Appointment Learning Licence

ઓનલાઇન એપોઇન્ટમેન્ટથી છ દિવસમાં ૩૬૯ લર્નિંગ લાઈસન્સ

Bhaskar News, Gandhinagar | Mar 16, 2012, 03:07 AM IST

કોર્પોરેટ હાઉસ જેવી ગાંધીનગર આર.ટી.ઓ. પેપરલેસમાં સફળ રાજ્યભરમાં કોર્પોરેટ હાઉસ જેવી એક માત્ર ગાંધીનગર આર.ટી.ઓ. પેપરલેસ કાર્યવાહીમાં આગળ વધી રહી છે અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ પણ સફળ પુરવાર થઇ છે. માત્ર છ દિવસમાં ૩૬૯ અજરદારોએ લર્નિંગ લાઈસન્સ મેળવ્યા હતાં.૧૪મી માર્ચે સૌથી વધુ ૮૧ અરજદારોએ ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવ્યા હતાં. સંપૂર્ણ કમ્પ્યુરાઇઝડ સિસ્ટમ ધરાવતી ગાંધીનગર આરટીઓના એઆરટીઓ આર.એ.આચાર્યએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા કરાતી કામગીરીમાં આઇ.ટી.નો ઉપયોગ કરી પદ્ધતિઓ સરળ અને ઝડપી બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે. તેના ભાગરૂપે સ્વર્ણિમ આરટીઓ પ્રોજેકટ હેઠળ ગાંધીનગર આરટીઓ સંપૂર્ણ કમ્પ્યુરાઇઝ્ડ બનાવાઇ છે અને અરજદારોની મુશ્કેલી અને સમય બચાવવા તબક્કાવાર આધુનિકીકરણનો અમલ કરવામાં આવી રહ્યો છે. ૧લી માર્ચ ૨૦૧૨થી ગાંધીનગર આરટીઓમાં લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરની ૨૮ આરટીઓમાં સૌ પ્રથમ ગાંધીનગરમાં આ પાઈલટ પ્રોજેકટનો અમલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના વાહનચાલકો ધીરે ધીરે તેનો લાભ લઇ રહ્યાં છે. આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ૧લી માર્ચથી સિસ્ટમ શરૂ થયા બાદ ૭મીથી ૧પમી માર્ચ સુધીના કચેરીના કામકાજના છ દિવસ દરમિયાન ૩૬૯ અરજદારોએ ઓનલાઇન અરજી કરી એપોઇન્ટમેન્ટ લીધી હતી. તે તમામ અરજદારોને માત્ર અડધો કલાકમાં લર્નિંગ લાઈસન્સ આપી દેવામાં આવ્યા હતાં. માર્ચ મહિ‌નાની ૭મીએ ૩૯, ૯મીએ ૪૮, ૧૨મીએ ૬૩, ૧૩મીએ ૭પ, ૧૪મીએ સૌથી વધુ ૮૧ અને ૧પમીએ ૬૬ અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટ મેળવીને લાઈસન્સ મેળવ્યા હતાં. લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે આ નવી પ્રથાના કારણે અરજદાર ઇચ્છે તે દિવસે અને તે સમયે લાઈસન્સની કામગીરી માટે આવી શકે છે. જેમાં તેને લાઇનમાં ઉભા રહેવું પડતું નથી અને માત્ર ૩૦ મિનિટમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઈસન્સ હાથમાં આવી જાય છે. અરજદાર જ્યારે આરટીઓમાં જાય ત્યારે ફોટોગ્રાફ અને ઓરિજિનલ દસ્તાવેજો સાથે રાખવા પડશે. ઓનલાઇન એપ્લિકેશન કરવાની રીત નવા લર્નિંગ લાઈસન્સની એપ્લિકેશન માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન https://sarathi.inc.inની વેબસાઇટ પર થઇ શકશે. ઇસ્યુ ઓફ લર્નિંગ લાઈસન્સ ટુ મી પર કલીક કરો. અરજદારને ફીલ કરવાની જરૂરી માહિ‌તી રેડ કલરમાં ઇન્ડીકેટ થશે. બધી વિગતો ભરી લીધા પછી પહેલા સબમીટ પર કલીક કરવાની અને પછી પ્રિન્ટ પર કલીક કરવી પણ પહેલા પ્રિન્ટ પર કલીક કરવું નહીં. પછી ફરીથી હોમ પેજ ઓપન કરો અને સેમ વેબસાઇટ ઓપન કરી એપોઇમેન્ટ ફોર ''એલએલ’’ ટેસ્ટ પર કલીક કરો. ટેસ્ટ માટે સ્લોટ બુકિંગ મેનુ પર કલીક કરો. તે પછી એપ્લિકેશન નંબર અને બર્થડેટ એન્ટર કરી તમારી સુવિધા મુજબનો ટાઇમ સ્લોટ સિલેકટ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rto online appointment learning licence
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended