Home »Madhya Gujarat »Latest News »City Bhaskar Ahmedabad» Honor Of Women Power

સ્ત્રીશક્તિને અનેરું સન્માન

City Bhaskar, Ahmedabad | Jul 15, 2011, 03:10 AM IST

પોતાની ચિંતા છોડી પરિવાર અને સમાજને સમર્પિત થઈ, મૌન રહીને કામ કરી રહેલી મહિલાઓને બિરદાવવાનો ભાસ્કરે સંકલ્પ કર્યો અને રાજ્યભરમાં આવી મહિલાઓને શોધી કાઢી તથા તેમના સાહસ અને સંઘર્ષને સન્માનિત કર્યા ભાસ્કર વુમન ઓફ ધ યર એવોર્ડ દ્વારા... ભાસ્કર ગ્રૂપ સમાજમાં છૂપાયેલા એવા સિતારાઓને ચમકાવવાનું કામ કરી રહ્યું છેકે જેઓ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણા બની રહ્યાં હોય. બુધવારે યોજાયેલા ભાસ્કર વુમન ઓફ ધ યર એવોર્ડ સમારંભમાં ભાસ્કર ગ્રૂપના નેશનલ પોલિટિકલ એડિટર અજય ઉમટે આ એવોર્ડનું મહત્વ સમજાવતા ઉપરોકત બાબત જણાવી હતી અને સ્ત્રીશક્તિને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન શબાના આઝમી, વિદ્યા બાલન અને કિરણ રાવનાં રેકોર્ડેડ વિડિયો કિલપિંગ્સ દ્વારા ભાસ્કરનાં આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. સોનલ અંબાણીએ એકબીજાનો હાથ પકડીને પ્રેમ ફેલાવતા રહેવાની વાત સુંદર અંદાજમાં વ્યક્ત કરી હતી. ત્યારબાદ દિવ્યભાસ્કરના મેનેજિંગ એડિટર અને સીઓઓ જગદીશ શર્માએ શક્તિઓને સાચી દિશામાં કેવી રીતે વાળવી અને સ્ત્રીઓ ધારે તો શું ન કરી શકે તે વિષે ઊંડાણપૂર્વક વાત કરી. જયુરી તરીકે પારુ જયકૃષ્ણ, એસ્થર ડેવિડ, ઇશિરા પરીખ, રાગિણી શાહ અને અજય ઉમટે સેવા આપી હતી. સ્ટેટ લેવલ પર વિજેતા મહિલાઓમાં ફેમિલી આઇડોલ તરીકે ડૉ. ગીતા ભટ્ટ, એક્સેલન્સ ઇન બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં ઇલાબા જાડેજા તથા આર્ટ એન્ડ કલ્ચરમાં બકુલા પટેલે પસંદગી પામ્યા હતા. સમારંભમાં સૌ મહિલા વિજેતાઓનું ટ્રોફી, સર્ટિફિકેટ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. જાણીતા સંગીતકાર સૌમિલ મુન્શી અને આરતી મુન્શી દ્વારા સાંવરિયો રે મારો, ભીંજીએ ભીંજાઇએ વહાલમાં વરસાદમાં, પાટણથી પટોળા મોંઘા લાવજો જેવી રચનાઓની સુંદર પ્રસ્તુતિથી કાર્યક્રમમાં મસ્તીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત ભાસ્કરનાં ‘મધુરિમા’ મેગેઝિન દ્વારા સરપ્રાઇઝ ‘વુમન એમ્પાવરમેન્ટ ’ એવોર્ડ રાખવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેઓને સોનલ અંબાણી તથા ડીપી બેનર્જીના હસ્તે એનાયત કરવામાં કરાવાયો હતો. જાણીતા નવલકથાકાર કાજલ ઓઝા- વૈધ્ય દ્વારા આ આખાય કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેઓનાં શબ્દોથી કાર્યક્રમ વધુ જીવંત બન્યો હતો. મુખ્ય મહેમાન સોનલ અંબાણી, જગદીશ શર્મા, અજય ઉમટ, બિઝનેસ સ્ટેટ હેડ આશિષ ભાટિયા અને એલઆઇસીનાં ડીપી બેનર્જીએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ કરાવ્યો. આ સાથે અભય મંગળદાસ, પૂજા મંજુલા શ્રોફ, ભૈરવી લાખાણી, જાનકી હિતેન વસંત, અંકિત ત્રિવેદી, મીના માધવન, ઉર્વશી જગદીશન, નયના બ્રહ્નભટ્ટ જેવી જાણીતી હસ્તીઓએ કાર્યક્રમની રોનક વધારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: honor of women power
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended