Home »Madhya Gujarat »Latest News »City Bhaskar Ahmedabad» Ahmedabad Doctors 'gay' On Creating A Gujarati Fil

અમદાવાદના ડોક્ટર ‘ગે’ પર બનાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ

Falguni Darji, Ahmedabad | Jul 06, 2011, 02:17 AM IST

જીવનનાં ખરા રંગ મેઘધનુષ્યમાં અમદાવાદના ડોક્ટર ‘ગે’ પર બનાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ જ્યારે પણ સમાજમાં ગેની વાત કરવામાં આવે ત્યારે સમાજના મોટા ભાગના લોકો મોં મચકોડે છે. કોઇ પણ વ્યક્તિ તેની વ્યથા સમજતો નથી. અમદાવાદના ડૉ.કે.આર. દેવમણિ સજાતીય વ્યક્તિઓના સંબંધો અને તેમની વ્યથા રજુ કરતી એક ગુજરાતી ફિલ્મ ‘મેઘધનુષ્ય’ બનાવી રહ્યાં છે. જેનું શૂટિંગ સમા’ થઇ ગયું છે અને અત્યારે પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. કે.આર. દેવમણિ પોતે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમનું ફેમિલી કલા અને સાહિત્ય સાથે સંકળાયેલું છે. તેથી તેમને આ ફીલ્ડમાં આવવાનું નક્કી કર્યું. અત્યાર સુધી તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી હતી. ડિરેક્ટર તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે. મેઘધનુષ્ય ફિલ્મમાં સજાતીય વ્યક્તિઓનાં જીવન-સંઘર્ષ અને તેમની મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે. ડૉ.દેવમણિએ જણાવ્યું કે, આ મારી પ્રથમ ફિલ્મ છે. મારે એવી ફિલ્મ બનાવવી હતી કે, જેમાં સમાજની વાસ્તવિકતા રજુ થતી હોય. મારે સમાજને સ્પર્શતા વિષય પર અર્થપૂર્ણ ફિલ્મ બનાવવી હતી. સમાજની અંદર કેટલાક એવા પ્રોબ્લેમ છે કે, જેની સામે આપણે આંખ આડા કાન કરીએ છીએ. તેમાં પણ ગેનો ચહેરો અવગણીએ છીએ. આપણો સમાજ તેને દબાવવાની કોશિશ કરે છે. આ કમ્યુનિટીનો મજાક અને ટિપ્પણી કરવામાં આવે છે, પરંતુ ગેની વેદના શું હોય છે તે કોઇ સમજવા તૈયાર નથી હોતું. તેથી આ ફિલ્મ દ્વારા લોકોને વાત રજુ કરવામાં આવી છે. આજે સજાતીય સંબંધો વિશે સમાજમાં ઘણી ગેરસમજો અને પ્રશ્નોને આ ફિલ્મ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવશે. જેથી સમાજ સજાતીય લોકો પ્રત્યે હકારાત્મક વલણ અપનાવે અને તેમના સંબંધને સહર્ષ સ્વીકારે તે હેતુ મુખ્ય છે. ઓગસ્ટમાં રિલીઝ થશે ફિલ્મ આ ફિલ્મનું શૂટિંગ શહેરની આજુ-બાજુમાં કરવામાં આવ્યું છે. જેમાં જિત ઉપેન્દ્ર, આશા પંચાલ, ભીમ વાકાણી, ભૌમિક નાયક, મિત્રેશ વર્મા, અલ્પના મજમુદાર જેવા કલાકારો વિવિધ ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મને પરિવાર સાથે જોઇ શકાય તેવી બનાવવામાં આવશે અને ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે. જો આ ફિલ્મનો સારો રિસ્પોન્સ મળશે તો ભવિષ્યમાં પણ તેમને ઓફબીટ સબ્જેકટને લઇને હિન્દી ફિલ્મ બનાવવી છે. ગીતોની જગ્યાએ કવિતાઓ સામાન્ય રીતે કોઇ પણ ભાષાની ફિલ્મ હોય કે કોઇ પણ સબ્જેક્ટને લઈને ફિલ્મ બનાવી હોય તે દરેકમાં વિવિધ પ્રકારના ગીતો રાખવામાં આવે છે. આજે તો આઇટમ સોન્ગથી જ ફિલ્મો ચાલે છે ત્યારે ‘મેઘધનુષ્ય’માં ગીતોની જગ્યાએ કવિતાની પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાહિિત્યક સ્પર્શ સાથે વેદના રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કર્ણપ્રિય મ્યુઝિક સાંભળવા મળશે મોટાભાગની ફિલ્મોમાં આજે વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટનું મ્યુઝિક હોય છે. પરંતુ આ ગુજરાતી ફિલ્મમાં કલાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટનું મ્યુઝિક આપવામાં આવ્યું છે. જેમાં સારંગી, મેન્ડોલીન, વોયલીન, સરોદ, પિયાનો, ફ્લુટ, તબલા અને સિતારના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતીય કલ્ચરની ઝલક પણ ફિલ્મમાં જોવા મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad doctors 'gay' on creating a Gujarati fil
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended