Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Youth Attach Unique Umbrella With Activa For Relief From Heat At Vadodara

ગરમીથી બચવું છે? વડોદરાના યુવાનના આ આઇડીયા પર તમે જશો વારી!

divyabhaskar.com | May 19, 2017, 19:19 PM IST

  • ગરમથી બચવા માટે વડોદરાના યુવાને પોતાની એક્ટિવા પર યુનિક અમ્બ્રેલા લગાવી
વડોદરાઃ આકાશમાંથી આગ ઓકતી ગરમીએ હાલ માઝા મુકી છે. આ અસહ્ય ગરમીમાં શહેરીજનો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આવી કાળઝાળ ગરમીથી બચવા માટે વડોદરાના એક શિક્ષકે પોતાની એક્ટિવા પર યુનિક અમ્બ્રેલા લગાવી છે. જેને સન રૂફ કિટ કહેવામાં આવે છે. જે ગરમીથી રાહત આપવામાં મદદરૂપ થાય છે. સન રૂફ કિટ લગાવેલી એક્ટિવા સાથે નીકળતો પરિવાર શહેરના માર્ગો ઉપર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
 
 
ગરમથી રાહત માટે શિક્ષકે એક્ટિવા પર લગાવી યુનિક અમ્બ્રેલા
 
 
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બોમ્બે પાર્ક સોસાયટીમાં રહેતા કનકભાઇ ઠક્કર જી.ઇ.બી. સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. કનકભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આકાશમાંથી વરસી રહેલી ગરમીમાં સવારે 11 વાગ્યા પછી ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. જેથી મે મારી એક્ટિવા પર યુનિક અમ્બ્રેલા એટલે કે, સન રૂફ કિટ લગાવી હતી. જ્યારથી મારા ટુ વ્હીલર પર સન રૂફ કિટ લગાવી છે. ત્યારથી હું ગમે તેટલી ગરમીમાં પણ પરિવાર સાથે આરામથી ફરી શકુ છું. સન રૂફ કિટ લગાવ્યા બાદ હું મારી પત્ની અને મારા બે સંતાનો પણ ખુશ છે.
 
 પત્ની ને મોંઢા પર ઓઢણી બાંધવામાંથી છૂટકારો મળ્યો
 
કનકભાઇ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, સન રૂફ કિટ લગાવ્યા બાદ મને હેલ્મેટ, ટોપીથી અને મારી પત્ની ને મોંઢા પર ઓઢણી બાંધવામાંથી છૂટકારો મળ્યો છે. સન રૂફ કિટ લગાવ્યા બાદ મને એક તબક્કે એમ લાગતુ હતું કે, લોકો મારા આ કિમીયાથી હાંસી ઉડાવશે. પરંતુ હકીકત એ બની છે કે, હું નીકળું છું ત્યારે રસ્તામાં લોકો મને ઉભા રાખીને કિટ વિષે પુછે છે. અને હું પણ તેઓને ઉત્સાહભેર જવાબ આપું છે. 
 
સન રૂફ કીટથી ઉનાળાની સાથે સાથે ચોમાસામા પણ અમારા પરિવારને રક્ષણ આપશે...વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youth attach unique umbrella with activa for relief from heat at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended