Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Young Man Cut Hair And Shave Of Poor People On Footpath Free Of Cost At Vadodara

એક પાગલને જોઇ યુવાનનું દ્રવી ઉઠ્યું હ્રદયઃ રોજ ફૂટપાથ પર કાપે છે મફતમાં વાળ

divyabhaskar.com | May 19, 2017, 15:08 PM IST

  • ફૂટપાથ પર ગરીબ વ્યક્તિના વાળ કાપી રહેલો મનોજ વાળંદ
વડોદરા: શહેરનો એક યુવાન રોજ રાત્રે શહેરના ફૂટપાથ અને ખૂણાખાંચામાં જીવન પસાર કરતા, ભીખ માંગીને અથવા સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ભોજનથી પેટ ભરતા ગરીબ, મંદબુધ્ધીના લોકોના વાળ કાપીને દાઢી કરી આપે છે. ચાર વર્ષ પહેલા આ યુવાન તેના મામાના ઘરે જતો હતો. ત્યારે એક પાગલ ભીખારીને લોકો દૂરથી બિસ્કીટ ખવડાવી રહ્યા હતા. તેની હાલત ખુબ જ ખરાબ હતી. આ દ્રશ્ય જોતા યુવાનનું હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. ત્યારથી રોજ રાત્રે આ યુવાન 10-30 વાગે ઘરેથી કટીંગ અને દાઢીનો સામાન લઇને નીકળે છે. રસ્તામાં ફૂટપાથ પર મોટાવાળ અથવા મોટી દાઢીવાળા લોકો મળે તેમને સમજાવીને તેમના હેર કટ તથા દાઢી કરી આપે છે. જરૂર જણાય તો તેમને નવડાવીને કપડાં પણ પહેરાવે છે. 
 
વડોદરા શહેરના ફૂટપાથ વાસીઓની આવી અનોખી સેવા કરતો 28 વર્ષનો મનોજ વાળંદ કહે છે કે, મારા કોઇ મિત્રો નથી, મને કોઇ શોખ નથી. મારા મિત્રો અને શોખ ગરીબોની સેવા જ છે.
 
 
એક પાગલને જોતાં જ મનોજનું હૃદય દ્રવી ઉઠ્યુ હતું
 
ગરીબ વ્યક્તિઓની કટીંગ અને દાઢીની સેવા કરવાની ઇચ્છા કેવી રીતે થઇ? તે અંગે મનોજ વાળંદે divyabhaskar.com ને જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં હું મામાના ઘરે જતો હતો. છાણી પાસે એક પાગલ ભીખારીને લોકો દૂરથી બિસ્કીટ ખવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોતા હું ઉભો થઇ ગયો હતો. થોડી વાર પછી હું પણ વિચાર કરતો મામાના ઘરે જતો રહ્યો હતો. મામાના ઘરે ગયા પછી પણ આ દ્રશ્ય આંખો આગળથી જતું ન હતું. મામાના ઘરે અડધો કલાક રોકાયા બાદ મામાના ઘરમાંથી કાતર લઇને નીકળી ગયો હતો અને સીધો છાણી આવી ગયો હતો. જ્યાં પાગલ ભીખારીને પકડીને તેની કટીંગ અને દાઢી કરી હતી. બસ તે જ દિવસથી મેં નક્કી કર્યું હતું કે, રસ્તે રખડતા, ફૂટપાથવાસીઓ, પાગલ, મંદબુધ્ધી વ્યક્તિઓના વાળ મોટા થઇ ગયા હોય દાઢી મોટી થઇ ગઇ હોય તેના વાળ કાપવા અને દાઢી કરવી. આજે પણ દિવસે મોરો ડ્રાઇવીંગનો વ્યવસાય અને રાત્રે ગરીબો-ફૂટપાથવાસીઓની સેવાનું કામ કરી રહ્યો છું.
સેવા કરવા માટે ડોનેશનની જરૂર નથી હોતી
 
ધો.10 સુધીનોજ અભ્યાસ કરનાર મનોજે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા માટે ડોનેશનની જરૂર નથી. કોઇપણ ક્ષેત્રમાં ડોનેશન હોવું ન જોઇએ. આર્થિક સ્થિતી સારી હોય તો જ ગરીબોની સેવા થઇ શકે તેવું હું માનતો નથી. હું મારા ધંધામાંથી જે કંઇ મળે છે તેમાંથી જ ગરીબોની સેવા કરું છું. મને કોઇ શોખ નથી, મને કોઇ વ્યસન નથી, મારા કોઇ અંગત મિત્ર નથી, મારો શોખ અને મારા અંગત મિત્રો ગરીબો અને ફૂટપાથવાસીઓ જ છે. ફૂટપાથવાસીઓની કટીંગ અને દાઢી કરવી એ જ મારું વ્યસન છે.
 
આગળની સ્લાઇડ્સ ક્લીક કરીને વાંચો..... મનોજ રોજીરોટી માટે ડ્રાઇવીંગ કરે છે, હેર કટીંગની સેવા જ છે.... મનોજ સેવા કરે છે ત્યારો લોકો તાળીઓ પાડી તેને બિરદાવે છે....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Man cut hair and shave of poor people on footpath free of cost at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended