Home »Madhya Gujarat »Latest News »Vadodara City» World Largest Fire Painting Make A World Record In Vadodara

દુનિયાનું સૌથી મોટું ફાયર પેઈન્ટિંગ હોવાનો કલાકારનો દાવો, રચાશે વર્લ્ડ રેકોર્ડ!

divyabhaskar.com | Feb 23, 2017, 08:47 AM IST

  • વડોદરાના પેઈન્ટરે બનાવ્યુ અનોખુ ચિત્ર
વડોદરાઃ વિવિધ પ્રકારના પેઇન્ટીંગ્સમાં હવે આગની જ્વાળાઓથી બનાવેલ પેઇન્ટીંગ્સનો પણ ઉમેરો થઇ રહ્યો છે. વડોદરાના જાણીતા ફાયર આર્ટીસ્ટ કમલ રાણા છેલ્લા દસ માસથી આગની જ્વાળાથી વર્લ્ડ ક્રિકેટના વિષય ઉપર ફાયર પેઈન્ટિંગ બનાવી રહ્યા છે. આ પેઈન્ટિંગ બનાવનાર કલાકારે આ દુનિયાનું સૌથી લાંબુ 7 ફૂટ પહોળું અને 63 ફૂટ લંબાઇનું ફાયર પેઇન્ટીંગ હશે તેવો દાવો કર્યો છે. તેઓ આ પેઇન્ટીંગનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આગામી સમયમાં દેશની વિવિધ આર્ટ ગેલેરીમાં તેને પ્રદર્શન માટે મુકવામાં આવશે.
 
 
ચિત્ર સળગે ત્યારે 1 થી 2 ફૂટની જ્વાળા ચિત્ર ઉપર ઉત્પન્ન થાય છે
 
દુનિયાના મોટા ભાગના કલાકારો રંગ અને બ્રશથી પેઇન્ટીંગ બનાવે છે. જ્યારે વડોદરાના કમલ રાણા આ પેઇન્ટીંગ જ્વલનશિલ કેમિકલ, પાઉડર, ગન પાઉડર, દીવાસળી અને વિવિધ રસાયણનો ઉપયોગ કરી આગ લગાડીને પેઇન્ટીંગ કરે છે. જ્યારે ચિત્ર સળગે ત્યારે 1 થી 2 ફૂટની જ્વાળા ચિત્ર ઉપર ઉત્પન્ન થાય છે. પેઇન્ટર કમલ રાણાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ચિત્ર કરતી વખતે ખાસ કાળજી રાખવી પડે છે. જેથી શરીર ઉપર તેની કોઇ અસર થાય નહિં. ચિત્રમાં વર્લ્ડ ક્રિકેટ વિષયને રજૂ કરવામાં આવ્યો છે. દુનિયાના વિવિધ દેશોમાં ક્રિકેટરોને આ ચિત્રમાં એમની આકર્ષક સ્ટ્રોક મારવાની સ્ટાઇલને ધ્યાનમાં રાખીને ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. વિવિધ બોલરોની પણ આકર્ષક સ્ટાઇલને ચિત્રરૂપે રજૂ કરવામાં આવ્યું છે.
 
આગળ વાંચો શું કહે છે પેઈન્ટર....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: World largest fire painting make a world record in vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended