Home »Madhya Gujarat »Latest News »Vadodara City» VMC Health Team Search On Gold Drinks Go Down In City Area

ગરમીમાં રાહત અપાવતા ઠંડા પીણા કેટલા safe? પીતાં પહેલાં જો જો expiry ડેટ!

divyabhaskar.com | May 19, 2017, 21:06 PM IST

  • આરોગ્ય વિભાગ દ્વારા ઠંડાપીણાના ગોડાઉન ઉપર સર્ચ કરવામાં આવ્યું
વડોદરાઃ મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વેચાતા જાણીતી કંપનીઓના ઠંડા પીણાના ગોડાઉનોમાં આજે દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમ દ્વારા જાણીતા તમામ ઠંડા પીણાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગરમીમાં રાહત અપાવતા આ ઠંડા પીણા ક્યારેક જોખમી સાબિત થતાં હોય છે. જેથી પીતાં પહેલાં તેની એક્ષ્પાયરી ડેટ એક વખત અવશ્ય તપાસ કરી લેવી જોઈએ. 
 
અગાઉ હેલ્થ વિભાગ દ્વારા અન્ય ચીજોના વેપારીઓને ત્યાં સર્ચ કર્યું હતું
 
ઉનાળાની ઋતુના પારંભ સાથે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને આમંત્રણ આપતી અખાદ્યચીજો વેચતા વેપારીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં કેમિકલથી પકાવવામાં આવતી કેરીના ગોડાઉનો, તડબૂચના પથારા, શેરડી રસના કોલા, બરફનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, કેરીના જ્યુસ સેન્ટરો ઉપર ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કર્યું હતું. ચેકીંગ દરમિયાન હજારો કિલો કેરી, કેરીનો રસ, ખાંડની ચાસણી જેવી વિવિધ અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો.
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: VMC health team search on gold drinks go down in City area
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended