Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vdodara SOG Arrest Dharmendra With 41 No Of Liqueur Botal

વડોદરાઃ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીનો સાગરિત 'ભૂરો' પોલીસ સકંજામાં

divyabhaskar.com | Mar 20, 2017, 15:28 PM IST

  • એસઓજીએ વિદેશી દારૂના જથ્થા સાથે ધર્મેન્દ્રને ઝડપી પાડ્યો
વડોદરાઃ થોડા મહિનાઓ પહેલા ગોળીઓ ધરબી હત્યા કરી દેવાયેલા કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીના સાગરિત અને હત્યા, ખંડણી,અપહરણ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ધર્મેન્દ્ર ઉર્ફે ભુરો ચૌધરીને શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો. ધર્મેન્દ્ર વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળતાં તપાસ અર્થે ગયેલી પોલીસે તેને ઘરમાંથી જ દબોચી લીધો હતો. દારુની 41 નંગ બોટલો સાથે પકરડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
પોલીસને ચકમો આપવા જતાં આબાદ ઝડપાયો
 
વડોદરા શહેર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, એ-8-64 શિવમપાર્ક સોસાયટી, ખોડીયાર નગર, વડોદરા ખાતે રહેતો ધર્મેન્દ્ર ઉર્ફ ભુરો તોતારામ ચૌધરી વિદેશી દારુનો ધંધો કરે છે. તેના ઘરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે માહિતીના આધારે ગત તા.19-3-017ના રોજ દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ ભુરો ચૌધરી તે ચોંકી ઉઠ્યો હતો. ઘરમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને ચકમો આપવામાં નિષ્ફળ જતાં ઝડપાઇ ગયો હતો. તેના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી રૂપિયા 16,400ની કિંમતની વિદેશી દારુની 41 નંગ બોટલો અને એક મોબાઇલ ફોન મળી આવતા પોલીસે કબજે કર્યો હતો.
 
ધર્મેન્દ્ર ઉર્ફો ભુરો ચૌધરીનો ભૂતકાળ ગુનાહિત
 
ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશી દારુ સાથે ઝડપાયેલ ધર્મેન્દ્ર ઉર્ફો ભુરો ચૌધરીનો ભૂતકાળ તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં ધર્મેન્દ્ર ચૌધરી થોડા સમય પહેલાં મોતને ઘાટ ઉતારવામાં આવેલ ગેંગસ્ટર મુકેશ હરજાણીનો સાગરિત છે. 
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...ધર્મેન્દ્ર ઉર્ફ ભુરો ચૌધરીનો ગુનાહિત ઇતિહાસ..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vdodara SOG arrest dharmendra with 41 no of liqueur botal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended