Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Top Most Leaders Keeps Licensed To Weapon

વડોદરાઃ ધર્મગુરૂઓ,રાજવીઓ સહિત 1863 વ્યક્તિઓ પાસે છે બંદૂક, થયો ખુલાસો

Vipul Pandya, Vadodara | Apr 12, 2017, 11:44 AM IST

  • વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની ફાઈલ તસવીર
વડોદરાઃશહેરના ધર્મગુરુ, નેતાઓ અને ઉદ્યોગપતિ સહિત 1863 વ્યક્તિઓ હથિયાર રાખવાનું લાઇસન્સ ધરાવે છે. આરટીઆઇ અંતર્ગત મંગાયેલી માહિતીમાં દ્વારકેશલાલજી, ચિરાયુ અમીન, મેયર ભરત ડાંગર, પૂર્વ મેયર સુનીલ સોલંકી, નિવૃત્ત અધિકારીઓ તથા રાજવી પરિવાર લાઇસન્સ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું.  

પૂર્વ મેયર સુનીલ સોલંકી, પૂર્વ સાંસદ બાળુ શુક્લાપાસે પણ હથિયારનો પરવાનો 
 
ધરાવે છે, તે બાબતની માહિતી માંગવામાં આવી હતી. ગોત્રી પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ ઉદ્યોગપતિ ચિરાયુ અમીનના નામે હથિયાર રાખવાનાં 2 પરવાના અને તેમનાં પત્ની માલવિકા અમીનના નામે 2 પરવાના ઇશ્યૂ થયાં છે, જ્યારે મેયર ભરત ડાંગર અને તેમના ભાઇ કલ્પેશ ડાંગર પણ હથિયાર રાખવાનું લાઇસન્સ ધરાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ પણ હથિયારનું લાઇસન્સ ધરાવે છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે પણ પરવાનો છે.પૂર્વ મેયર સુનીલ સોલંકી અને પૂર્વ સાંસદ બાળુ શુક્લા હથિયાર રાખવાનું લાઇસન્સ ધરાવે છે.  
 
નિવૃત્ત અધિકારી, રાજવી પરિવાર પાસે હથિયાર રાખવાનું લાઇસન્સ 
 
રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાજવી પરિવારનાં શુભાંગિનીદેવી ગાયકવાડ તથા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ તથા રાધિકારાજે ગાયકવાડ હથિયારનું લાઇસન્સ ધરાવતાં હોવાનું નોંધાયેલું છે. ઉપરાંત સંખ્યાબંધ રાજકીય નેતાઓ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં હથિયારનું લાઇસન્સ ધરાવતાં હોવાનું નોંધાયેલું છે. નિવૃત્ત પોલીસ અધિકારીઓનાં નામ પણ નોંધાયેલા છે અને તેઓ પણ લાઇસંસ ધરાવે છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમારે કરેલી આરટીઆઇમાં પ્રતિષ્ઠિત લોકો સહિત 1863 લોકો હથિયારનું લાઇસન્સ ધરાવતાં હોવાનું બહાર આવ્યું હતું. માંજલપુર સિવાય તમામ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી હતી.
 
આગળ વાંચો...દ્વારકેશલાલજીના સહાયક તથા મેયર ભરત ડાંગર સાથે સીધી વાતચીત....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara top most Leaders Keeps Licensed to Weapon
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended