Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara SOG And Women Police Cough Sex Racket

વડોદરાઃ ડુપ્લેક્ષમાં ચાલતુ કૂટણખાનું, 7 યુવતીઓ સાથે 3 દલાલો ઝડપાયા

divyabhaskar.com | Apr 22, 2017, 11:16 AM IST

  • પોલીસે ઝડપી પાડેલી પરપ્રાંતિય યુવતીઓની પુછપરછ કરવામાં આવી રહી છે
વડોદરાઃશહેરના છેવાડે છાણી કેનાલ પાસે એક ડુપ્લેક્ષમાં ભરતકામની આડમાં મોબાઇલ ફોન દ્વારા માર્કેટીંગ કરીને ચલાવાતા કૂટણખાનાનો શહેર એસ.ઓ.જી. અને મહિલા પોલીસે વેશપલટો કરીને પર્દાફાશ કર્યો છે. પોલીસે પરપ્રાંતિય સ્વરૂપવાન 7 યુવતીઓ અને 3 દલાલોની ધરપકડ કરી છે. દલાલોએ એક યુવતી દીઠ રૂપિયા 4000, બહાર લઇ જવાના રૂપિયા 8000 અને આખી નાઇટ બહાર લઇ જવાના રૂપિયા 12000નો ભાવ રાખ્યો હતો. પોલીસે દલાલો પાસેથી 15 કોન્ડોમ, 5 મોબાઇલ ફોન અને બે વાહનો મળી કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છાણી કેનાલ પાસેથી ગુરૂવારે રાત્રે ઝડપાયેલા આ સેક્સરેકેટે છાણી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે.
 
મહિલા પોલીસે રાત્રે વેશપલટો કરીને દરોડો પાડ્યો 
 
પ્રાપ્ત વિગતો અનુસાર છાણી કેનાલ પાસે આવેલા બી-24 સમર્પણ ટેનામેન્ટ સ્થિત ડુપ્લેક્ષમાં વેસ્ટ બંગાળના વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા વિજેન્દ્ર ઉર્ફ વિજય ઓમપ્રકાશ ગુપ્તા (રહે. બી, 39, કલ્પવૃક્ષ સોસાયટી, છાણી), અબ્દુલ વહાબ અઝીઝ ઉલ દીવાન (રહે. જોગીન્દરનગર દેવનપાડા, થાના જીબોનતાલા, વેસ્ટ બંગાળ) અબ્દુલ ઓમેદઅલી સરદાર (રહે. ખ્રિસખલી, પોષ્ટ કાલહાજરા, વેસ્ટ બંગાળ) અને મુલ્લા કરીમ અહુદઅલી (રહે. વેસ્ટ બંગાળ) જેઓ વેસ્ટ બંગાળથી સ્વરૂપવાન યુવતીઓ લાવીને ભરતકામની આડમાં કૂટણખાનું ચાલતુ હોવાની માહિતીના આધારે એસ.ઓ.જી. અને મહિલા પોલીસે ગુરૂવારે રાત્રે વેશપલટો કરીને દરોડો પાડ્યો હતો.
 
છેલ્લા 1 વર્ષથી ચાલતુ હતું આ કૂટણખાનું
 
એસ.ઓ.જી. પી.આઇ. એચ.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, દેહ વેપારના દલાલો મુલ્લા કરીમે તેના નામે સમર્પણ ટેનામેન્ટમાં ડુપ્લેક્ષ ભાડે રાખ્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે ડુપ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરના બેઠક રૂમમાં ભરત કામ ચલાવતો હતો. આ સાથે બેઠક રૂમમાં સાડીઓ મૂકી રાખતો હતો. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા આ કૂટણખાનુંની બાતમી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. યુવરાજસિંહ તથા પો.કો. પંકજકુમારને મળતા મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. મનિષા ગોહિલ અને તેમના સ્ટાફની મદદ લઇ છટકાનું આયોજન કર્યું હતું.
 
આગળ વાંચો...યુવતીઓને કેવી રીતે વડોદરા લવાતી?..ગ્રાહકો સાથે કેવી રીતે થતી ડીલ?...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara SOG and Women police cough sex racket
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended